બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે તક
ભારતીય પસંદગી સમિતિ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી સિરીઝ માટે ગુરૂવારે અહીં ટીમ પસંદ કરવા માટે બેઠક કરશે તો કેપ્ટન વિરાટ કોહલીના કાર્યભારનો મુદ્દો ચર્ચાનો વિષય હશે. બીજીતરફ રિષભ પંતના કવર તરીકે ટીમમાં સંજૂ સેમસનને તક મળી શકે છે.
મુંબઈઃ ભારતીય પસંદગી સમિતિ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી સિરીઝ માટે ગુરૂવારે અહીં ટીમ પસંદ કરવા માટે બેઠક કરશે તો કેપ્ટન વિરાટ કોહલીના કાર્યભારનો મુદ્દો ચર્ચાનો વિષય હશે. બીજીતરફ રિષભ પંતના કવર તરીકે સંજૂ સેમસનને સામેલ કરી શકાય છે. ભારતે ઓક્ટોબર 2018થી તમામ ફોર્મેટમાં 56 મેચ રમી છે, જેમાથી કોહલી 48 મેચ રમ્યો છે. પરંતુ પસંદગી સમિતિ આ નિર્ણયને કોહલી પર છોડશે કે તે બ્રેક લેવા ઈચ્છે છે કે રમવા ઈચ્છે છે.
મુંબઈના ઉભરતા ઓલરાઉન્ડર શિવમ દુબે પર ગંભીર ચર્ચાની આશા છે, જેની ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ ઓલરાઉન્ડરના સ્થાને પસંદગી કરી શકાય છે. ત્રણ નવેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થનારી ત્રણ મેચોની ટી20 સિરીઝ (બે અન્ય મેચ નાગપુર અને રાજકોટમાં) સિવાય બાંગ્લાદેશની ટીમ વિશ્વ ચેમ્પિયનશિપ અંતર્ગત બે ટેસ્ટ મેચ (ઈન્દોર અને કોલકત્તા)માં રમશે.
સેમસને ફટકારી હતી બેવડી સદી
સેમસને હાલમાં વિજય હજારે ટ્રોફીમાં કેરલ માટે બેવડી સદી ફટકારી હતી, તેને પંત બાદ બીજા વિકલ્પના રૂપમાં પસંદ કરવાની આશા છે. બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન જણાવવાની શરત પર કર્યું, 'જો રિષભ અને સંજૂ બંન્ને ટીમમાં હશે તો તેમાં કોઈ મુશ્કેલી નથી. તે બંન્ને આઈપીએલમાં પણ એક સાથે રમી ચુક્યા છે. રિષભને નિર્ધારિત ફોર્મેટમાં સીમિત સફળતા મળી છે પરંતુ ભવિષ્યને જોતા અમારે તેને રમાડવાની જરૂર છે.'
સૌરવ ગાંગુલીની સામે 5 મોટા પડકાર, સરળ નથી 9 મહિનાનો કાર્યકાળ
કેમ સંજૂ પર લાગશે દાવ?
તેમણે કહ્યું, 'સાથે સંજૂમાં મેચનું પરિણામ બદલવાની ક્ષમતા છે. વિશ્વ ટી20ને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટે અન્ય વિકલ્પ પણ જોવાની જરૂર છે કારણ કે દરેક જાણે છે કે હવે સમય ધોનીથી આગળ જોવાનો છે.' કોહલી ટીમમાં નહીં હોય તો સેમસનને 'બેકઅપ' બેટ્સમેનના રૂપમાં જોવામાં આવી રહ્યો છે, પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે મનીષ પાંડે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે કે નહીં.
વિજય શંકર પર ભારી શિવમ
મુંબઈના શિવમ દુબેએ નાના ફોર્મેટમાં ઓલરાઉન્ડના બીજા વિકલ્પમાં વિજય શંકરને પછાડી દીધો છે. સૂત્રોએ કહ્યું, 'બધા સહમત છે કે શિવમની બોલિંગ હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની નથી અને તે હાર્દિકની વેરાઇટીની નજીક પણ નથી. પરંતુ આ ડાબા હાથના ખેલાડીની જે સકારાત્મક વસ્તુ છે અને તે મોટા મોટા છગ્ગા ફટકારી શકે છે.'
ધોનીની નિવૃતી પર બોલ્યો ગાંગુલી- ચેમ્પિયન પોતાની રમત ઝડપથી છોડતા નથી
આ ફેરફાર પણ જોવા મળી શકે છે
કાંડાના સ્પિનરોની જોડી કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની પસંદગી થવાની આશા નથી, કારણ કે રાહુલ ચહર અને વોશિંગટન સુંદરને વધુ એક તક મળવાની નક્કી છે. હજારે ટ્રોફીમાં સારા પ્રદર્શન બાદ લોકેશ રાહુલનું ટીમમાં સ્થાન યથાવત રહે તેવી આશા છે. અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ખરાબ ફોર્મમાં છે, પરંતુ પસંદગીકારો લગભગ તેને હજુ એક તક આપી શકે છે. જો તેને બહાર કરવામાં આવે તો મયંક અગ્રવાલ રિઝર્વ ઓપનિંગ બેટ્સમેનનો વિકલ્પ હોઈ શકે છે. દીપક ચહર, નવદીપ સૈની અને ખલીલ અહમદના રૂપમાં ત્રણ ફાસ્ટ બોલર હોવાની આશા છે.