England vs India Rishabh Pant Ravindra Jadeja: ભારત અને ઇગ્લેંડ વચ્ચે બર્મિઘમમાં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ટીમ ઇન્ડીયાએ પહેલાં દિવસની રમત પુરી થાય ત્યાં સુધી 7 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. ભારત માટે ઋષભ પંતે સદી ફટકારી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા 83 રન બનાવીને અનણમ રહ્યા. ઇગ્લેંડ માટે જેમ્સ એન્ડરસન અને મેટી પોટ્સએ શાનદાર બોલીંગ કરી. એન્ડરસને 3 વિકેટ લીધી હતી. જ્યારે પોટ્સએ 2 વિકેટ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી ટીમ ઇન્ડીયાએ બર્મિઘમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 338 રન બનાવ્યા. આ દરમિયાન ટીમની શરૂઆત ખરાબ રહી. ભારતે 98 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શને ઇનિંગ સંભાળી લીધી હતી. પંતે તોફાની સદી ફટકારી હતી. તેમણે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેમણે આ દરમિયાન 20 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. 

IND vs ENG: Rishabh Pant એ England ના બોલરોની કરી ધોલાઇ, આક્રમક સદી ફટકારી રચ્યો ઇતિહાસ


ટીમ ઇન્ડીયાના ઓપનર શુભમન ગિલ ફક્ત 17 રન બનાવીને આઉટ થઇ ગયા. જ્યારે ચેતેશ્વર પુજારા 13 રન બનાવીને આઉટ થઇ ગયા. હનુમા વિહારી પણ ખાસ કંઇ કરી શક્યા નહતા. તે 53 બોલમાં 20 રન બનાવીને આઉટ થઇ ગયા. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થઇ ગયા. શ્રેયર ઐય્યર 11 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 15 રન બનાવી શક્યા હતા. શાર્દુલ ઠાકુર એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. દિવસની રમત પુરી ત્યારે જાડેજા અણનમ રહ્યા. તેમણે 163 બોલમાં અણનમ 83 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 10 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે મોહમંદ શમી ખાતુ ખોલાવ્યા વિના અણનમ રહ્યા. 


ઇગ્લેંડ માટે જેમ્સ એન્ડરસને સારી બોલીંગ કરી. તેમણે 19 ઓવરોમાં 52 રન આપીને 4 મેડન ઓવર ફેંકી અને આ સાથે જ 3 વિકેટ પોતાના નામે કરી. જ્યારે મૈટી પોટ્સે 17 ઓવરમાં 85 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સ અને જો રૂટે પણ એક-એક વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube