અમદાવાદ: ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે ઈંગ્લેન્ડ સામે પહેલી ટી-20 મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યુઝર્વેન્દ્ર ચહલે ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધારે વિકેટ ઝડપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહલે બુમરાહને પાછળ છોડ્યો:
યુઝર્વેન્દ્ર ચહલ મેચ પહેલાં જસપ્રીત બુમરાહની સાથે સંયુક્ત રીતે પહેલા નંબરે હતા. જેમાં ચહલના નામે 45 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 59 વિકેટ હતી. તો બુમરાહે 50 ટી-20 મેચમાં 59 વિકેટ ઝડપી છે. બુમરાહ પોતાના લગ્નની તૈયારીઓના કારણે આ ટી-20 સિરીઝમાં ભાગ લઈ રહ્યો નથી. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરને એલબીડબલ્યુ આઉટ કરીને બુમરાહને પાછળ છોડી દીધો છે.

IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર


ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલર


1. યુઝર્વેન્દ્ર ચહલ - 60 વિકેટ
2. જસપ્રીત બુમરાહ - 59 વિકેટ
3. રવિચંદ્રન અશ્વિન - 52 વિકેટ
4. ભુવનેશ્વર કુમાર - 41 વિકેટ
5. કુલદીપ યાદવ/ રવિન્દ્ર જાડેજા - 39 વિકેટ
6. હાર્દિક પંડ્યા - 38 વિકેટ

Salman Khan ની Ex-Girlfriend નો 14 વર્ષની ઉંમરમાં થયો હતો બળાત્કાર, ચોકીદારે પણ કર્યું મોલેસ્ટ


ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ:
1. વન-ડે ઈન્ટરનેશનલ - 334 વિકેટ - અનિલ કુંબલે
2. ટેસ્ટ - 619 વિકેટ - અનિલ કુંબલે
3. ટી-20 ઈન્ટરનેશનલ - 60 વિકેટ - યુઝર્વેન્દ્ર ચહલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube