નવી દિલ્હી: વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ વિરૂદ્ધ લીડ્સના હેડિંગ્લે મેદાન પર સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇનિંગ અને 76 હારી ગઇ છે. લોડ્સ ટેસ્ટમાં જીત પ્રાપ્ત કરી સીરીઝમાં 1-0 ની બઢત બનાવનાર ટીમ ઇન્ડીયાની ત્રીજી ટેસ્ટને હરાવી પોતાની બઢત ગુમાવી દીધી છે. પહેલી ઇનિંગમાં ફક્ત 78 રન પર ઓલઆઉટ થઇ જનાર ટીમ ઇન્ડીયાના બેટ્સમેને બીજી ઇનિંગમાં મેચની તસવીર બદલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એક બેટ્સમેન એવો પણ છે જે આ આખી સીરીઝમાં કંઇક કમાલ કરવામાં નિષ્ફળ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ફ્લોપ રહ્યો આ બેટ્સમેન
ટીમ ઇન્ડીયના ઉપ કેપ્ટન અજિંક્ય રહાણે ફરી એકવાર પોતાના બેટ વડે કોઇ કમાલ બતાવવામાં નિષ્ફળ રહ્યા. રહાણે ઇગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ફક્ત 10 રન બનાવીને આઉટ થઇ ગયા. જ્યાં વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેન ટીમ ઇન્ડીયાને મુશ્કેલીમાંથી બહાર નિકાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો બીજી તરફ રહાણેએ વધુ એકવાર નિરાશ કર્યા.

Virat Kohli ની ટીમના ખેલાડીએ છોકરી સાથે કરી હતી છેડતી, સામે આવ્યો શરમજનક કિસ્સો


કરિયરના સૌથી ખરાબ ફોર્મમાં રહાણે
અજિંક્ય રહાણે આ વખતે પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાઇ ધરતી પર સદી ફટકારનાર રહાણે તે ઇનિંગ બાદ કશું જ કરી શક્યા નહી. આ મેચન્ની પ્રથમ ઇનિંગમાં પણ રહાણે 18 રન જ બનાવી શક્યા છે. આ સીરીઝમાં જાડેજાએ ફક્ત એક હાફ-સેંચુરી બનાવી છે. એવામાં આગામી મેચથી તેમનું બહાર થવું લગભગ ફાઇનલ ગણવામાં આવી રહ્યું છે. 


રહાણેના લીધે આગામી મેચમાં વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ અથવા હનુમા વિહારીમાંથી કોઇ એક બેટ્સમેનને તક આપી શકે છે. આ બંને જ ખેલાડી મિડલ ઓર્ડર માટે સારા બેટ્સમેન છે અને હવે તેમને પહેલીવાર આ સીરીઝમાં ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. 

Shubman Gill ના પ્રેમમાં ફીદા થઇ Sara Tendulkar? આ કારણના લીધે જગ જાહેર થઇ ગયો પ્રેમ!


રોહિત બની શકે છે ઉપકેપ્ટન
જો આગામી ટેસ્ટથી અજિંક્ય રહાણેની છુટ્ટી થઇ તો રોહિત શર્માને ભારતીય ટીમના ઉપકેપ્ટન બનાવવામાં આવી શકે છે. રોહિત સીમિત ઓવર ક્રિકેટમાં પહેલાં જ ભારતના ઉપકેપ્ટન છે અને હવે ટેસ્ટ ફોર્મેટમાં પણ તેમને જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માએ સારું પ્રદર્શન કર્યું છે. 


ભારતે કાર્યો મુકાબલો
ભારતીય ટીમ ઇંગ્લેંડ વિરૂદ્ધ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચને હારી ચૂકી છે. બીજી ઇનિંગમાં ભારતે 10 વિકેટ ગુમાવીને ફક્ત 278 રન બનાવ્યા. ઇગ્લેંડએ આ મેચ ઇનિંગ અને 76 રનથી પોતાના નામે કરી લીધી. આ મેચની પહેલી ઇનિંગમાં એક નાના સ્કોર પર ઓલઆઉટ થવું ભારતીય ટીમને મેચમાં ભારે પડ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube