અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. તો પોતાના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા અક્ષર પટેલ (Axar patel) એ દમદાર પ્રદર્શન કરતા છ વિકેટ ઝડપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના હોમ ગ્રાઉન્ડમાં અક્ષર પટેલનો ધમાકો
પોતાના ટેસ્ટ કરિયરની બીજી મેચ રમી રહેલા અક્ષર પટેલે  (Axar patel) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. અમદાવાદનું સ્ટેડિયમ અક્ષર પટેલનું હોમ ગ્રાઉન્ડ પણ છે. તેણે અહીં શાનદાર બોલિંગ કરી છ વિકેટ ઝડપી હતી. તો અક્ષરે સતત બીજી મેચમાં પાંચ વિકેટ મેળવવાની સિદ્ધિ મેળવી છે. ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ અક્ષરે પાંચ વિકેટ ઝડપી હતી. આજે અક્ષરે 21.4 ઓવર બોલિંગ કરી માત્ર 36 રન આપીને છ વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ INDvsENG: ઈશાંતની ટેસ્ટમાં 'સદી' પૂરી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ મોમેન્ટો આપી કર્યુ સન્માન  


ઈંગ્લેન્ડની ટીમનો ધબડકો
ઈંગ્લેન્ડની ટીમ ફરી એકવાર સ્પિનરનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને ત્રીજી ઓવરમાં ઇશાંત શર્માએ પ્રથમ ઝટકો આપ્યો હતો. ડોમ સિબલી 0 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી એકમાત્ર અડધી સદી ઝેક ક્રાઉલીએ ફટકારી હતી. આ સિવાય તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યાં હતા. ઈંગ્લેન્ડના છ બેટ્સમેન તો ડબલ આંકડા સુધી પહોંચી શક્યા નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube