IND vs ENG: Ahmedabad ની Pitch ના વિવાદમાં કૂદ્યા Alastair Cook, કેપ્ટન Virat Kohli વિરૂદ્ધ આપ્યું નિવેદન
ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ત્રીજી ટેસ્ટ ફક્ત 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ. ટીમ ઇન્ડિયાએ (Team India) આ મેચમાં 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. અમદાવાદની પીચને (Ahmedabad Pitch) લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે
લંડન: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ત્રીજી ટેસ્ટ ફક્ત 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ. ટીમ ઇન્ડિયાએ (Team India) આ મેચમાં 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. અમદાવાદની પીચને (Ahmedabad Pitch) લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે, પરંતુ વિરાટ કોહલીએ (Virat Kohli) પિચનો બચાવ કર્યો હતો.
વિરાટની ટીકા કરી ક્રૂકે
ઇંગ્લેન્ડના (England) પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે (Alastair Cook) મોટેરાની પિચ પ્રત્યે વિરાટ કોહલીના (Virat Kohli) વલણની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતીય કેપ્ટને વિકેટનો બચાવ એવી રીતે કર્યો કે તે બીસીસીઆઈની (BCCI) વાત છે.
'પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ'
એલિસ્ટર કૂકે (Alastair Cook) આ મેચની પિચ અંગે વિરાટ કોહલીના (Virat Kohli) મંતવ્ય સાથે અસંમત છે. તેમણે કહ્યું હતું કે, અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમની (Narendra Modi Stadium) નવી નવતર પીચ પર બેટિંગ કરવી અત્યંત મુશ્કેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube