• કપિલ દેવે 25 ટેસ્ટમાં પૂરી કરી હતી 100 વિકેટ

  • બુમરાહ પાસે કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક

  • બુમરાહે 22 ટેસ્ટમાં ઝડપી છે 95 વિકેટ


નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બુધવારે લીડ્સમાં શરૂ થશે. આ મેચ ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે ખાસ બની શકે છે. તે 100 વિકેટ ઝડપવાથી માત્ર 5 વિકેટ દૂર છે. બુમરાહ 22 ટેસ્ટ મેચમાં 95 વિકેટ  ઝડપી ચૂક્યો છે. અને જો તે લીડ્સમાં ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનનને આઉટ કરી દેશે તો તે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી નાંખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઝડપી 100 વિકેટ લેનારો ઝડપી બોલર બનશે
જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પેસ બોલર બની જશે. કપિલ દેવની વાત કરીએ તો તેણે 25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવતાની સાથે જ બુમરાહ મનોજ પ્રભાકર (96 વિકેટ) અને વેંકટેશ પ્રસાદ (95 વિકેટ)ને પાછળ છોડી દેશે. ભારત માટે અત્યાર સુધી 7 બોલરો ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. આ યાદીમાં કપિલ દવે, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ધાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. ઓવરઓલ ભારત માટે ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં અનિલ કુંબલે ટોપ પર છે. તેના નામે 619 વિકેટ છે. જ્યારે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે પોતાની 18મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.


આ પણ વાંચો:- હાર્દિક પંડ્યાની આ ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, ઇન્ટરનેટ પર મચાવી સનસની


ટેસ્ટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર


અનિલ કુંબલે 132 ટેસ્ટ મેચ 619 વિકેટ
કપિલ દેવ 131 ટેસ્ટ મેચ 434 વિકેટ
હરભજન સિંહ 103 ટેસ્ટ મેચ 417 વિકેટ
આર.અશ્વિન 79 ટેસ્ટ મેચ 413 વિકેટ
ઈશાંત શર્મા 103 ટેસ્ટ મેચ 311 વિકેટ
ઝહીર ખાન 92 ટેસ્ટ મેચ 311 વિકેટ

આ પણ વાંચો:- દુબઇ હોટલમાં સાક્ષીએ એવું તો શું જોયું કે, શરમને કારણે છુપાવ્યો ચહેરો? વાયરલ થઈ તસવીર


શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે બુમરાહ
બુમરાહ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે 2 મેચમાં 12 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે ટ્રેન્ટ બ્રિજની પહેલી ઈનિંગ્સમાં 4 અને બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં તેણે બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. તેણે બીજા દાવમાં મોહમ્મદ શમીની સાથે 9મી વિકેટ માટે 89 રનની અતૂટ ભાગીદારી કરી હતી. તેના પછી તેણે ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ ઝડપી હતી અને ભારતની 151 રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પણ વાંચો:- IPL માં થઈ ધમાકેદાર ખેલાડીઓની એન્ટ્રી, હવે ખતરામાં પડી જશે બધાના રેકોર્ડ! જાણો કઈ ટીમમાં કોણ આવ્યું


ઈશાંત પાસે ઝહીરથી આગળ નીકળવાની તક
લીડ્સમાં બુમરાહની પાસે 100 વિકેટ લેવાની તક છે તો ઈશાંત શર્માની પાસે પણ ઝહીર ખાનથી આગળ નીકળવાની તક રહેશે. ટેસ્ટ મેચમાં ઈશાંત અને ઝહીર ખાનના નામે 311 વિકેટ છે. ઝહીરે 92 ટેસ્ટમેચમાં 311 વિકેટ ઝડપી છે તો ઈશાંતે ત્યાં સુધી પહોંચવામાં 103 ટેસ્ટ મેચ રમી છે. ઈશાંત લીડ્સમા એક વિકેટ મેળવશે એટલે તે ઝહીર ખાનને પાછળ છોડી દેશે અને ભારતનો પાંચમો સૌથી સફળ બોલર બની જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube