IPL માં થઈ ધમાકેદાર ખેલાડીઓની એન્ટ્રી, હવે ખતરામાં પડી જશે બધાના રેકોર્ડ! જાણો કઈ ટીમમાં કોણ આવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી UAEમાં થશે. ટુર્નામેન્ટની બાકીની મેચમાં કેટલાંક નવા ચહેરા મેદાન પર જોવા મળી શકે છે.

IPL માં થઈ ધમાકેદાર ખેલાડીઓની એન્ટ્રી, હવે ખતરામાં પડી જશે બધાના રેકોર્ડ! જાણો કઈ ટીમમાં કોણ આવ્યું

નવી દિલ્લીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી UAEમાં થશે. ટુર્નામેન્ટની બાકીની મેચમાં કેટલાંક નવા ચહેરા મેદાન પર જોવા મળી શકે છે. જેમાં શ્રીલંકાનો લેગ સ્પિનર વાનિંદુ હસરંગા અને ઝડપી બોલર દુષ્મંત ચમીરા, સિંગાપુરના ટિમ ડેવિડ, ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ જેવા ખેલાડીનો સમાવેશ થાય છે. ફ્રેન્ચાઈઝીએ આ ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સમાવેશ કર્યો છે.

ટિમ ડેવિડ:
દુનિયાભરની લીગ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ટિમ ડેવિડને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરે પોતાની ટીમમાં લીધો છે. આરબીસીએ ન્યૂઝીલેન્ડના ફિન એલનની જગ્યાએ ટિમ ડેવિડનો સમાવેશ કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં પહેલીવાર સિંગાપુરનો કોઈ ક્રિકેટર તેનો ભાગ બનશે. ડેવિડ ઓસ્ટ્રેલિયાઈ મૂળનો ખેલાડી છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિંગાપુરનું પ્રતિનિધિત્વ કરે છે. આઈસીસીએ પોતાના બધા 106 સભ્ય દેશોને ટી-20 આંતરરાષ્ટ્રીયનો દરજ્જો આપ્યો છે. 6 ફૂટ પાંચ ઈંચના ડેવિડે 158થી વધુના સ્ટ્રાઈક રેટથી 14 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 558 રન બનાવ્યા છે. તેણે કુલ 50 ટી-20 મેચ રમી છે. જેમાં બીબીએલ અને પીએસએલનો પણ સમાવેશ થાય છે. તેણે આ દરમિયાન 155થી સ્ટ્રાઈક રેટથી 1186 રન બનાવ્યા છે.

વાનિંદુ હસરંગા:
રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરે શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસરંગાને પોતાની ટીમમાં લીધો છે. હસરંગાને એડમ ઝામ્પાની જગ્યાએ ટીમમાં સમાવિષ્ટ કરાયો છે. હસરંગાએ ભારતીય ટીમ સામે હાલની સિરીઝમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હસરંગાએ ત્રણ મેચમાં સાત વિકેટ ઝડપી હતી. ત્રીજી ટી-20 મેચમાં હસરંગાએ બોલ અને બેટથી કમાલ કરી હતી. તેણે ચાર વિકેટ ઝડપી હતી અને અણનમ 14 રન બનાવીને ટીમને સિરીઝમાં જીત અપાવી હતી.

હસરંગાનો રેકોર્ડ:
ટેસ્ટ મેચ - 4
વિકેટ- 4
રન - 196 રન
26 વન-ડે મેચ
રન - 534 રન
વિકેટ - 25 વિકેટ
T20 મેચ - 22
વિકેટ - 33
રન - 192 રન

કોહલીએ દુષ્મંત ચમીરાને પણ ટીમમાં લીધો:
દુનિયાના બીજા નંબરના ટી-20 બોલર હસરંગા ઉપરાંત આરસીબીએ શ્રીલંકાના ઝડપી બોલર દુષ્મંત ચમીરાને પણ પસંદ કર્યો. જે ઓસ્ટ્રેલિાના ડેનિયલ સેમ્સની જગ્યા લેશે. ચમીરા જમણા હાથનો ઝડપી બોલર છે. તે શ્રીલંકા માટે 11 ટેસ્ટ, 34 વન-ડે અને 28 ટી-20 મેચ રમી ચૂક્યો છે.

ગ્લેન ફિલિપ્સ:
ન્યૂઝીલેન્ડના 24 વર્ષના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ આઈપીએલ-14માં રાજસ્થાન રોયલ્સ માટે રમતો જોવા મળશે. ફિલિપ્સને વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. બટલર બીજી વાર પિતા બનવા જઈ રહ્યો છે. તેણે ખાનગી કારણોથી આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. ફિલિપ્સની વાત કરીએ તો તે ઘરેલુ ક્રિકેટમાં ઓકલેન્ડ તરફથી રમે છે. તેણે ન્યૂઝીલેન્ડ તરફથી પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ સાઉથ આફ્રિકા સામે 2017માં ટી-20 સિરીઝમાં કર્યું હતું.

25 ટી-20 મેચમાં 506 રન બનાવી ચૂક્યો છે ફિલિપ્સ:
ગ્લેન ફિલિપ્સે 25 ટી-20 મેચમાં કુલ 506 રન બનાવ્યા છે. તે દરમિયાનો તેનો સ્ટ્રાઈક રેટ 149.70નો રહ્યો છે. તે ઉપરાંત ફિલિપ્સ વર્લ્ડમાં અનેક ક્રિકેટ લીગનો ભાગ છે. તે હાલમાં ધ હન્ડ્રેડ લીગનો ભાગ હતો.

19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે આઈપીએલ:
આ વર્ષે માર્ચમાં આઈપીએલ-14ની શરૂઆત થઈ હતી. ટીમ બબલમાં ખેલાડીઓને કોરોનાનું સંક્રમણ થતાં બીસીસીઆઈએ તેને 4 મેના રોજ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. હવે તેની બાકીની 31 મેચને 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે યૂએઈમાં કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news