નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ (IND vs ENG) આગામી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ચેતન શર્મા (Chetan Sharma) ની આગેવાનીમાં નવી પસંદગી સમિતિએ આજે એક વર્ચ્યુલ બેઠક યોજીને ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં વિરાટ કોહલી, ઈશાંત શર્માની વાપસી થઈ છે. તો અક્ષર પટેલને પણ ટીમમાં તક મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ (ફીટ હશે તો), રિષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ. 


AUS vs IND: 36 પર ઓલઆઉટ, લીવ પર વિરાટ, ઈજાઓથી પરેશાન ટીમ, આ ભારતીય વીરોના જુસ્સાને સલામ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
5-9 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ
13-17 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, ચેન્નઈ
24-28 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ), અમદાવાદ
4-8 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ


ટી20 સિરીઝનો કાર્યક્રમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ માર્ચ મહિનામાં રમાશે. જેની પ્રથમ મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી તથા અંતિમ ટી20 મેચ 20 માર્ચે રમાશે. આ બધી મેચનું આયોજન અમદાવાદમાં થશે.


Ind vs Aus: આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ, ઐતિહાસિક જીત અપાવ્યા બાદ બોલ્યો Rishabh Pant


વનડે સિરીઝનો કાર્યક્રમ
ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની તમામ મેચ પુણેમાં રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાશે. ત્યારબાદ 26 માર્ચે બીજી અને 28 માર્ચે ત્રીજી વનડે મેચ રમાશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube