અમરોહા (વિનીતા અગ્રવાલ): આઈસીસી વિશ્વ કપ-2019માં આજે એઝબેસ્ટન મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ નારંગી જર્સી પહેરીને રમતા જોવા મળશે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેને લઈને 'ભગવાકરણ'ની આશંકા વ્યક્ત કરી છે. આ કડીમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમીના પરિવારજનો અને સંબંધિઓએ પણ ભગવા જર્સીને લઈને પોતાની વાત રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર અલીનગર ગામના નિવાસી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવારજનો અને ગામ લોકોએ જણાવ્યું કે, ભારતીય ટીમની જર્સીનો કલર બદલવો યોગ્ય નથી. જે કલર પહેલા હતો તે સારો હતો. આ કલર તેને પસંદ આવતો નથી, પરંતુ છતાં ભારતીય ક્રિકેટ ટીમ અને મોહમ્મદ શમી માટે આ લોકોએ અલ્લાહ પાસે દુઆ માગી. તેમને વિશ્વાસ છે કે શમી એકવાર ફરી ભારતનું નામ રોશન કરશે. 


આજે પણ શમી કરશે શાનદાર પ્રદર્શન
ગામના વડીલોએ તે પણ કહ્યું કે, આ પહેલા મોહમ્મદ શમીને કારણે આપણે મેચ જીત્યા હતા અને આજે પણ શમીને કારણે વિજય થશે. હકીકતમાં શમીને આ વિશ્વકપમાં બે મેચ રમી છે અને તેનું પ્રદર્શન દમદાર રહ્યું છે. બે મેચોમાં શમીએ માત્ર 3.46ની ઇકોનોમી રેટથી કુલ 8 વિકેટ ઝડપી છે. 

આજે ભારતની જીતની દુઆ કરશે પાકિસ્તાન અને બાંગ્લાદેશ

રાજનીતિ ન થવી જોઈએ
ક્રિકેટર મોહમ્મદ શમીના પિતરાઇ ભાઈ મોહમ્મદ જૈદે ટીમ ઈન્ડિયાની જર્સી બદલવા પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું, જર્સીનો કલર યજમાન ટીમના કલરને જોઈને બદલવામાં આવ્યો છે. કારણ કે આઈસીસીનો નિયમ છે કે બંન્ને ટીમોની યૂનિફોર્મ એક ન હોવી જોઈએ, તેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી કોઈ ફેર પડતો નથી. જર્સી ટીમ ઈન્ડિયાની હોવી જોઈએ. કલર ગમે તે હોય. આ સાથે તેમણે કહ્યું કે, આ મામલે રાજનીતિ ન થવી જોઈએ.