IND vs ENG: આગામી વર્ષે ઈંગ્લેન્ડની ટીમ આવશે ભારતના પ્રવાસે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આગામી જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવશે. આ સિરીઝમાં ચાર ટેસ્ટ, પાંચ ટી20 અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. બીસીસીઆઈએ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે.
મુંબઈઃ કોરોના મહામારી બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (Englend Cricket Team) ભારતના પ્રવાસે આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ સિરીઝના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા માત્ર ત્રણ જ શહેરમાં બધી મેચ રમાશે.
અમદાવાદ માટે ખુશીના સમાચાર
અમદાવાદમાં બનેલા નવા મોટેરા સ્ટેડિયમમાં આ સિરીઝની કુલ સાત મેચ રમાશે. જેમાં બે ટેસ્ટ અને પાંચ મેચોની ટી20 સિરીઝનો સમાવેશ થાય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ અહીં રમાશે. જેમાં ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ ટેસ્ટ હશે. તો પાંચ મેચોની ટી20 સિરીઝ પણ અહીં રમાશે.
આ પણ વાંચોઃ બીજીવાર કેપ્ટન બનવા તૈયાર છે સ્ટીવ સ્મિથ! આપ્યો આ જવાબ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
5-9 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ
13-17 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, ચેન્નઈ
24-28 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ), અમદાવાદ
4-8 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ
ટી20 સિરીઝનો કાર્યક્રમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ માર્ચ મહિનામાં રમાશે. જેની પ્રથમ મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી તથા અંતિમ ટી20 મેચ 20 માર્ચે રમાશે. આ બધી મેચનું આયોજન અમદાવાદમાં થશે.
આ પણ વાંચોઃ વન-ડે અને T-20 સીરિઝ સમાપ્ત, હવે જાણો શું છે IND Vs AUS ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
વનડે સિરીઝનો કાર્યક્રમ
ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની તમામ મેચ પુણેમાં રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાશે. ત્યારબાદ 26 માર્ચે બીજી અને 28 માર્ચે ત્રીજી વનડે મેચ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube