બીજીવાર કેપ્ટન બનવા તૈયાર છે સ્ટીવ સ્મિથ! આપ્યો આ જવાબ

સ્ટીવ સ્મિથે બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પોતાનું પદ છોડવુ પડ્યુ હતું. સ્મિથ હાલ ટીમમાં ખેલાડી તરીકે રમી રહ્યો છે. પરંતુ તેને બીજીવાર કેપ્ટન બનાવવાની વાત ઉઠી રહી છે. પરંતુ સ્મિથનું કહેવુ છે કે તે ટીમ માટે ગમે તે કરવા તૈયાર છે. 

બીજીવાર કેપ્ટન બનવા તૈયાર છે સ્ટીવ સ્મિથ! આપ્યો આ જવાબ

એડીલેડઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ  (Steve Smith)એ ગુરૂવારે કહ્યુ કે, તેના બીજીવાર કેપ્ટન બનવા (Steve Smith Captain)  પર ટીમમાં વાત થઈ રહી છે અને તે ટીમના હિતમાં ગમે તે કરવા તૈયાર છે. સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર (David Warner)એ માર્ચ 2018મા સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ મામલા (Ball Tempering in South Africa)માં ભૂમિકા બાદ પદ છોડવુ પડ્યું હતું. ત્યારબાદ ટિમ પેન ટેસ્ટ ટીમની અને આરોન ફિન્ચ સીમિત ઓવરોની ટીમનો કેપ્ટન છે. 

સ્મિથે ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં બીજીવાર કેપ્ટનશિપના સવાલ પર કહ્યુ, 'આ પ્રકારની વાતચીત થઈ રહી છે. કોચ જસ્ટિન લેંગર (Justin Langer)એ આ વિશે જવાબ આપ્યો છે. તે માટે એક પ્રકિયા હોય છે જેને પૂરી કરવાની હોય છે.'

છત્તીસ વર્ષીય પેન પોતાના કરિયરના અંતિમ તબક્કામાં છે, જેથી નવા કેપ્ટનને લઈને વાતચીત થઈ રહી છે. સ્મિથે કહ્યુ કે, તે ટીમના હિતમાં ગમે તે કરવા તૈયાર છે. તેણે કહ્યું, હું તે કરીશ જે ટીમના હિતમાં હોય અને ટીમને આગળ લઈ જાય. મારા વશમાં જે હશે, તે કરીશ.

સ્મિથ 2019મા પ્રતિબંધનો સમયગાળો પૂર્ણ થયા બાદ ટીમમાં પરત આવ્યો પણ આગેવાની નથી કરી. તેણે કહ્યુ, હું હાલ જ્યાં છું, તેનાથી ખુશ છું. પરંતુ જેમ હંમેશા કહુ છું, ટીમ માટે જે સારૂ હશે, તે કરીશ.

ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સને વાઇસ કેપ્ટન બનાવ્યો છે, જ્યારે માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડને ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યાં છે. ભારતે ટી20 સિરીઝ પોતાના નામે કરી હતી. ઈજાગ્રસ્ત ફિંચના સ્થાને મેથ્યૂ વેડે આગેવાની કરી હતી. 

કોચ જસ્ટિન લેંગરે કહ્યુ, 'સ્મિથે બીજીવાર કેપ્ટન બનવા સુધી એક પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. ખેલાડીઓની ઈજાથી પરેશાન  ઓસ્ટ્રેલિયા બેટિંગ ક્રમમાં ફેરફાર કરી શકે છે. સ્મિથ ત્રીજા સ્થાને ઉતરી શકે છે, જ્યારે લાબુશેન ઈનિંગની શરૂઆત કરી શકે છે.'

સ્મિથે કહ્યુ, તેનાથી વધુ ચિંતિત નથી. મેં ત્રીજા સ્થાને ખુબ બેટિંગ કરી છે. ત્રીજા કે ચોથા તેનાથી નીચે પણ આવવાથી સમસ્યા નથી. ત્રીજા નંબર પર ઘણીવાર ઈનિંગની પ્રથમ ઓવર રમવી પડે છે, તો ત્રીજા નંબર પર ઉતરનાર ઈનિંગનો પ્રારંભ પણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news