ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનના ટાર્ગેટને ભારતીય ટીમે ખેલના ચોથા દિવસે જ ચાના સેશન પહેલા મેળવી લીધો. શુભમન ગિલે 52 રન અને ધ્રુવ જુરેલ 39 રન કરીને અણનમ રહ્યા. આ જીત સાથે જ ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે. પહેલી ટેસ્ટ મેચમાં હાર બાદ ભારતીય ટીમે જબરદસ્ત પલટવાર કરતા હાલની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીતની હેટ્રિક લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાંચીમાં જીત સાથે સિરીઝ પર કબજો
ભારતને રાંચી ટેસ્ટ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમના બેટર્સે કોઈ અનહોની થવા ન દીધી અને 61 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધો. ધમાકેદાર જીત હાંસલ કરી. આજે ચોથા દિવસે રમત શરૂ થતા વિકેટો જલદી પડતા થોડી મુશ્કેલી ઊભી થઈ હતી પરંતુ ધ્રુવ જુરેલે ફરીથી ઈનિંગ સંભાળી અને શુભમન ગિલ સાથે મળીને જીત સુધી ટીમને પહોંચાડી. બીજી ઈનિંગમાં શુભમન ગિલે સૌથી વધુ અણનમ 52 રન કર્યા. આ ઉપરાંત ધ્રુવ જુરેલે અણનમ 39 રન કર્યા. ઈંગ્લેન્ડ માટે શોએબ બશીરે 3 વિકેટ લીધી. જો રૂટ અને ટોમ હાર્ટલેએ 1-1 વિકેટ લીધી. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 145 રન પર સમેટાઈ હતી. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 


રાંચીમાં અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી


યશસ્વીએ ઈંગ્લેન્ડ સામે 600 રન બનાવી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોની ખાસ ક્લબમાં થયો સામેલ


સિરીઝની અત્યાર સુધી રમાયેલી મેચોના પરિણામ


1. પહેલી ટેસ્ટ મેચ (હૈદરાબાદ- - ઈંગ્લેન્ડ 28 રનથી જીત્યું


2. બીજી ટેસ્ટ (વિશાખાપટ્ટનમ)- ભારત 106 રનથી જીત્યું


3. ત્રીજી ટેસ્ટ (રાજકોટ)- ભારત 434 રનથી જીત્યું


4. ચોથી ટેસ્ટ (રાંચી)- ભારત 5 વિકેટથી જીત્યું


5. પાંચમી ટેસ્ટ (ધર્મશાળા)- 7થી 11 માર્ચ (મેચ રમાવવાની બાકી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube