IND vs ENG: રાંચીમાં અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

India vs England 4th Test: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટની બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી હતી. જી હા... આ સાથે રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં તેની 35મી 'ફાઈવ વિકેટ હોલ' પૂર્ણ કરી લીધી છે.

IND vs ENG: રાંચીમાં અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

India vs England 4th Test: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ફરી એકવાર રાંચીમાં ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટની બીજી ઈનિંગમાં રવિચંદ્રન અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સાથે રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં તેની 35મી 'ફાઈવ વિકેટ હોલ' પૂર્ણ કરી લીધી છે. આ સાથે રવિચંદ્રન અશ્વિને પોતાના દેશબંધુ અને દિગ્ગજ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અનિલ કુંબલેએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 35 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાની કમાલ કરી હતી.

રાંચીમાં અશ્વિને રચ્યો ઈતિહાસ
રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિચંદ્રન અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 35 'ફાઈવ વિકેટ હોલ' પૂર્ણ કરી. રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં જેમ્સ એન્ડરસન (0)ને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાને પૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહનું નામ આવે છે. હરભજન સિંહે ટેસ્ટ ક્રિકેટમાં 25 વખત 5 વિકેટ ઝડપી છે. કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં 23 વખત 5 વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ભારત માટે સૌથી વધુ 5 વિકેટ હોલ લેનાર બોલરો 

1. અનિલ કુંબલે અને રવિચંદ્રન અશ્વિન - 35-35 વખત

2. હરભજન સિંહ (ભારત) – 25 વખત

3. કપિલ દેવ (ભારત) – 23 વખત

4. ભાગવત ચંદ્રશેખર (ભારત) – 16 વખત

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી?
રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 99 ટેસ્ટ મેચમાં 507 વિકેટ લીધી છે. અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે 619 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો આ રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર ​​મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 800 વિકેટ લીધી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 800 ટેસ્ટ વિકેટ

2. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) – 708 ટેસ્ટ વિકેટ

3. જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ) – 698 ટેસ્ટ વિકેટ

4. અનિલ કુંબલે (ભારત) – 619 ટેસ્ટ વિકેટ

5. સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) - 604 ટેસ્ટ વિકેટ

6. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) – 563 ટેસ્ટ વિકેટ

7. કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ) – 519 ટેસ્ટ વિકેટ

8. નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) – 517 ટેસ્ટ વિકેટ

9. રવિચંદ્રન અશ્વિન (ભારત) – 507 ટેસ્ટ વિકેટ

10. ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) – 439 ટેસ્ટ વિકેટ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news