નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર બુધવારથી ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં રમવા માટે હવે એકદમ ફિટ છે. શાર્દુલ એક સારો ઓલરાઉન્ડર છે અને તે બોલ સાથે કમાલ દેખાડવાની સાથે સાથે બેટથી પણ કારગર સાબિત થઈ શકે છે. આવામાં કેપ્ટન વિરાટ કોહલી તેને ટીમમાં સામેલ કરવા અંગે વિચારતો હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિટ થયો શાર્દુલ
ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ વર્ચ્યુઅલ મીડિયા સંવાદમાં કહ્યું કે શાર્દુલ ફિટ છે અને સિલેક્શન માટે તૈયાર છે. હવે અમારે બસ એ જોવાનું રહેશે કે અમે કયા સંયોજન સાથે ઉતરીશું.  ભારતીય મધ્ય ક્રમના બેટ્સમેને રોટેશન નીતિની શક્યતા ફગાવતા કહ્યું કે તમામ બોલર્સને બીજી ટેસ્ટ ખતમ થયા બાદ સારો એવો બ્રેક મળ્યો છે. મેચ 16 ઓગસ્ટે પૂરી થઈ હતી. 


આ બોલરનું પત્તું કપાઈ શકે છે
શાર્દુલ મહિનાની શરૂઆતમાં ટ્રેન્ટ બ્રિજમાં પહેલી મેચમાં રમ્યો હતો, ત્યારે તેને ઈજા થઈ હતી. ઈજા બાદ તે બીજી ટેસ્ટમાંથી બહાર થયો હતો. જો કે તેની ગેરહાજરીમાં ટીમમાં ઈશાંત શર્માને સામેલ કરાયો જેણે સારું પ્રદર્શન કર્યું. પરંતુ આમ છતાં ટીમમાંથી ઈશાંતનું પત્તું કપાઈ શકે છે. કારણ કે ઈશાંત બેટથી એટલો કમાલ કરી શકતો નથી જેટલો શાર્દુલ કરી શકે છે. શાર્દુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ કમાલની બેટિંગ કરીને ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી. આવામાં એકવાર ફરીથી તે પ્લેઈંગ 11માં સામેલ થઈ શકે છે. 


Afghanistan: ક્રિકેટના મેદાન પર આ દેશ સાથે અફઘાનિસ્તાનની ટક્કર થાય તેવું ઈચ્છે છે તાલિબાન


Shocking...તાલિબાનીઓમાં સામેલ થઈ ગયો આ અફઘાન ક્રિકેટર, પછી કરી શરમજનક હરકત!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube