Shocking...તાલિબાનીઓમાં સામેલ થઈ ગયો આ અફઘાન ક્રિકેટર, પછી કરી શરમજનક હરકત!
હાલમાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શિનવારીએ સ્પષ્ટતા કરી હતી કે તાલિબાની ક્રિકેટ પસંદ કરે છે અને તેમનાથી આ ખેલને કોઈ નુકસાન થશે નહી. પરંતુ હવે એક નવો ફોટો સામે આવ્યો છે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: હાલ અફઘાનિસ્તાનમાં ખૂંખાર આતંકી સંગઠન તાલિબાને સમગ્ર દેશ પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ દેશથી છાશવારે તાલિબાનની નાપાક હરકતોના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે તાલિબાનની નજર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પડી છે. ચોંકાવનારી વાત એ છે કે હાલમાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ હામિદ શિનવારીએ સ્પષ્ટતા કરી હતી કે તાલિબાની ક્રિકેટ પસંદ કરે છે અને તેમનાથી આ ખેલને કોઈ નુકસાન થશે નહી. પરંતુ હવે એક નવો ફોટો સામે આવ્યો છે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે.
તાલિબાનથી હવે ક્રિકેટને જોખમ
વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર ઈબ્રાહિમ મોહમ્મદે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંદૂકોથી લેસ તાલિબાની એક હોલમાં જોવા મળે છે. અત્રે જણાવવાનું કે આ હોલ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું મુખ્યાલય છે. તસવીર શેર કરતા ઈબ્રાહિમ મોહમ્મદે પોતે આ જાણકારી લોકોને આપી છે.
સાથે આ ક્રિકેટર જોવા મળ્યો
આ ફોટામાં એક ચોંકાવનારી વસ્તુ એ જોવા મળી કે અફઘાનિસ્તાનનો જ પૂર્વ ક્રિકેટર અબ્દુલ્લાહ મજારી પણ તાલિબાનીઓ સાથે ફોટામાં હાજર હતો. 2010માં અફઘાનિસ્તાન માટે ડેબ્યુ કરનારા મજહારીએ 2 ઈન્ટરનેશનલ વનડે મેચ રમી છે. આ ઉપરાંત મજહારીએ 21 ફર્સ્ટક્લાસ, 16 લિસ્ટ એ અને 13 ટી-20 મેચ પણ રમી છે.
Islamic Emirates Taliban have arrived in Afghanistan Cricket Board headquarters in Kabul accompanying by former national cricketer #AbdullahMazari too.#AFGvPAK pic.twitter.com/8uc7ix00I9
— M.ibrahim Momand (@IbrahimReporter) August 19, 2021
આઈપીએલમાં રમશે અફઘાન ખેલાડીઓ?
અફઘાનિસ્તાનમાં હાલ જે સ્થિતિ છે જે જોઈને દરેક ક્રિકેટ ફેનના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે શું અફઘાનિસ્તાનના ખેલાડીઓ આ વર્ષે આઈપીએલમાં રમશે? આ સવાલ પર બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે હાલ પ્રતિક્રિયા આપવી ઉતાવળભર્યું રહેશે. પરંતુ અમારી નજર બનેલી છે. આશા છે કે રાશિદ ખાન, મોહમ્મદ નબી અને બાકીના ખેલાડીઓ પણ આઈપીએલમાં ભાગ લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે