અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND Vs ENG) વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચથી રમાવાની છે. આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર અંતિમ ટેસ્ટ રમવાનો નથી. બુમરાહ બહાર થવાથી ભારતીય ટીમે અંતિમ ઇલેવનમાં ફેરફાર કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈ (BCCI) એ શનિવારે બુમરાહ અંતિમ ટેસ્ટમાં નહીં રમે તે જાણકારી આપી હતી. બીસીસીઆઈનું કહેવું છે કે બુમરાહ અંગત કારણોથી અંતિમ ટેસ્ટ મેચ રમશે નહીં. તો બુમરાહના સ્થાને ટીમમાં કોઈ અન્ય ખેલાડીને સામેલ કરવામાં આવ્યો નથી. 


બુમરાહના સ્થાને અંતિમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજની વાપસી થઈ શકે છે. જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો ત્યારે પણ સિરાજને રમવાની તક મળી હતી. 


આ પણ વાંચોઃ ICC Test Rankings: પિંક બોલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા અને આર અશ્વિનને થયો મોટો ફાયદો


ઉમેશ યાદવ પણ રેસમાં
ઉમેશ યાદવને ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે અને તે ટીમની સાથે છે. તેનો ઘરેલૂ મેદાન પર રેકોર્ડ પણ શાનદાર છે. ભારતીય ટીમ અંતિમ ટેસ્ટમાં આ ફાસ્ટ બોલરને પણ સ્થાન આપવા વિશે વિચારી શકે છે. 


આ સિવાય હાર્દિક પંડ્યા 8થી 10 ઓવર બોલિંગ કરી શકે તો ટીમ તેને પણ તક આપી શકે છે. હાર્દિક પંડ્યા આવવાથી ટીમની બેટિંગ વધુ મજબૂત થશે. આવી સ્થિતિમાં બોલિંગની કમાન અશ્વિન અને અક્ષર પટેલના હાથમાં રહેશે.


અંતિમ ટેસ્ટમાં આ પ્લેઇંગ ઇલેનવ સાથે ઉતરી શકે છે ભારત
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ/ઉમેશ યાદવ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube