ICC Test Rankings: પિંક બોલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા અને આર અશ્વિનને થયો મોટો ફાયદો

રોહિત શર્મા (Rohit Sharma) એ પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 66 અને બીજી ઈનિંગમાં અણનમ 25 રન બનાવ્યા હતા. તેની મદદથી તે 14માં સ્થાનેથી કુદકો મારી 8માં સ્થાને પહોંચી ગયો છે. 

ICC Test Rankings: પિંક બોલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા અને આર અશ્વિનને થયો મોટો ફાયદો

નવી દિલ્હીઃ ICC Test Rankings: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની બન્ને ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેનું ઈનામ હિટમેનને આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં મળ્યુ છે. રોહિત શર્મા એકવાર ફરી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. સાથે તેણે ફરી કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી છે. 

રોહિત શર્મા (Rohit Sharma) એ પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 66 અને બીજી ઈનિંગમાં અણનમ 25 રન બનાવ્યા હતા. તેની મદદથી તે 14માં સ્થાનેથી કુદકો મારી 8માં સ્થાને પહોંચી ગયો છે. રોહિતને છ સ્થાનનો ફાયદો થયો છે. આ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ તે 19માં સ્થાનથી 14મા સ્થાને પહોંચ્યો હતો. આ પહેલા પણ રોહિત 742 પોઈન્ટની સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10મા સામેલ રહ્યો છે. 

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટો 10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે, જેમાં વિરાટ કોહલી પાંચમાં, રોહિત શર્મા આઠમાં અને ચેતેશ્વર પુજારા 10માં સ્થાન પર છે. તો 919 પોઈન્ટની સાથે ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને 891 પોઈન્ટ સાથે સ્ટીવ સ્મિથ છે. ત્રીજા સ્થાને માર્નસ લાબુશેન છે. 

ટેસ્ટ રેન્કિંગમાં બોલરોની વાત કરીએ તો અશ્વિને ચાર સ્થાનની છલાંબ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન હવે પેટ કમિન્સ અને નીલ વેગનર બાદ ત્રીજા સ્થાને છે. તો જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. તે 9માં સ્થાને છે. ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટોપ-10મા કોઈ ફેરફાર થયો નથી, જ્યાં જેસન હોલ્ડર પ્રથમ સ્થાને છે. 

આઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેન

— ICC (@ICC) February 28, 2021

આઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બોલર

The latest @MRFWorldwide ICC Test Player Rankings for bowling: https://t.co/AIR0KNm9PD pic.twitter.com/FssvpYiLcx

— ICC (@ICC) February 28, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news