નવી દિલ્હીઃ IND vs NZ 3rd ODI: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 24 જાન્યુઆરીએ ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ રમાશે. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઘણા સિનિયર ખેલાડીઓ વિના રમી રહી છે, જેના કારણે ટીમને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ન્યુઝીલેન્ડને ભારત સામે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન કેન વિલિયમસન અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓની ખોટ પડી છે, પરંતુ ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ માને છે કે તેનાથી ટીમમાં નવા ખેલાડીઓને અજમાવવા અને અલગ પ્રકારનું સંતુલન સ્થાપિત કરવાની તક મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યુઝીલેન્ડમાં સિનિયર ખેલાડીઓનો અભાવ છે
વિલિયમસન સિવાય ન્યૂઝીલેન્ડને આ શ્રેણીમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથી પણ નથી. જ્યારે કોચ ગેરી સ્ટેડ પણ ટીમ સાથે નથી. મિશેલે ત્રીજી અને અંતિમ વનડેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "મને લાગે છે કે કેનની ગેરહાજરી ટીમ માટે કેટલાક નવા ખેલાડીઓને અજમાવવા અને એક અલગ ટીમ બનાવવાની સારી તક છે, આ ઉપરાંત કેટલાક ખેલાડીઓને ભારતમાં રમવાનો અનુભવ મળ્યો છે."


આ પણ વાંચોઃ આઈસીસીએ મહિલા અને પુરૂષ ટી20 ઓફ ધ યરની કરી જાહેરાત, આ ભારતીયોને મળ્યું સ્થાન


બેટ્સમેન સતત ફ્લોપ થઈ રહ્યા છે
ત્રણ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ 0-2થી પાછળ છે. તેનો ટોપ ઓર્ડર રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હૈદરાબાદમાં પ્રથમ વનડેમાં એક તબક્કે તેનો સ્કોર છ વિકેટે 131 રન હતો, ત્યારબાદ સાતમા નંબરના બેટ્સમેન માઈકલ બ્રેસવેલે ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી હતી. જોકે, રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં બ્રેસવેલ અહીં પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહોતો અને ન્યૂઝીલેન્ડની આખી ટીમ 108 રનમાં આઉટ થઈ ગઈ હતી.


છેલ્લી ODI માટે ટીમ ઉત્સાહિત
ડેરીલ મિશેલે કહ્યું કે ટીમ આ પ્રદર્શનને લઈને અમે વધારે વિચારી રહ્યાં નથી. તેમણે કહ્યું, 'દરેક જણ જાણે છે કે ક્રિકેટની રમતમાં આવું થાય છે જેવું બીજી વનડેમાં થયું હતું. આ રમતનો સ્વભાવ છે. તમે ટોસ હારી ગયા અને તે પછી ટીમ મુશ્કેલ પિચ પર વહેલી આઉટ થઈ ગઈ. એક ટીમ તરીકે અમે તેના વિશે વધુ વિચારતા નથી અને તેથી આવતીકાલની મેચને લઈને ખરેખર ઉત્સાહિત છીએ. આ વર્ષના અંતમાં ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે અને આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ભારતીય ટીમ સામે ઓછામાં ઓછી એક જીત નોંધાવવા માંગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube