ICC Awards 2022: આઈસીસીએ મહિલા અને પુરૂષ ટી20 ઓફ ધ યરની કરી જાહેરાત, આ ભારતીયોને મળ્યું સ્થાન
ICC Awards for Men and Women ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસી દ્વારા આઈસીસી એવોર્ડ્સ 2022ની જાહેરાત થઈ છે. આજે આઈસીસી દ્વારા મહિલા અને પુરૂષની સર્વશ્રેષ્ઠ ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. પુરૂષ ટીમમાં ત્રણ અને મહિલા ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે મહિલા અને પુરૂષ ટીમ ઓફ ધ યર 2022ની જાહેરાત કરી છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમમાં ભારતના ત્રણ પુરૂષ અને ચાર મહિલા ક્રિકેટરોને જગ્યા મળી છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલી પુરૂષોની ટી20 ટીમમાં ભારતના વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. જ્યારે મહિલા ટીમમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ અને રેણુકા સિંહને સ્થાન મળ્યું છે.
આઈસીસી પુરૂષ ટી20 ટીમ ઓફ ધ યર 2022
આઈસીસી દ્વારા આજથી આઈસીસી એવોર્ડ્સ 2022ની જાહેરાત કરવામાં આવી છે. આજે મહિલા અને પુરૂષોની સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર કરવામાં આવી છે. પુરૂષ ટીમમાં ઈંગ્લેન્ડના જોસ બટલરને કેપ્ટન અને વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. તો બીજા ઓપનર તરીકે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને સ્થાન મળ્યું છે. ત્રીજા ક્રમે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, ચોથા સ્થાને સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. પાંચમાં સ્થાને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાનું નામ છે. આઈસીસીની ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને ઈંગ્લેન્ડનો સેમ કરન છે. સ્પિનર તરીકે વનિંદુ હસરંગા છે. ફાસ્ટ બોલર તરીકે પાકિસ્તાનનો હારિસ રોઉફ અને આયર્લેન્ડનો જોશુઆ લિટિલ છે.
સૌથી વધુ ભારતીયો
આઈસીસીની 2022ની સર્વશ્રેષ્ઠ ટી20 ટીમમાં સૌથી વધુ ત્રણ ભારતીયો સામેલ છે. જેમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડના બે ખેલાડીનો સમાવેશ થયો છે. ઈંગ્લેન્ડના જોસ બટલર અને સેમ કરનને આઈસીસી ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાંથી ગ્લેન ફિલિપ્સ, પાકિસ્તાનના બે ખેલાડી હારિસ રઉફ અને મોહમ્મદ રિઝવાન, શ્રીલંકાના વનિંદુ હસરંગા, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને આયર્લેન્ડના જોશુઆ લિટિલને તક મળી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાનો કોઈપમ ખેલાડી આઈસીસીની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન બનાવી શક્યો નથી.
ICC પુરૂષ ટી20 ટીમ ઓફ ધ યર 2022
જોસ બટલર (ઈંગ્લેન્ડ, કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન), વિરાટ કોહલી (ભારત), સૂર્યકુમાર યાદવ (ભારત), ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), હાર્દિક પંડ્યા (ભારત), સેમ કરન (ઈંગ્લેન્ડ), વનિંદુ હસરંગા (શ્રીલંકા), હારિસ રઉફ (પાકિસ્તાન), જોશુઆ લિટિલ (આયર્લેન્ડ).
The ICC Men's T20I Team of the Year 2022 is here 👀
Is your favourite player in the XI? #ICCAwards
— ICC (@ICC) January 23, 2023
આઈસીસીની સર્વશ્રેષ્ઠ મહિલા ટીમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી સર્વશ્રેષ્ઠ મહિલા ટી20 ટીમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો છે. ભારતના ચાર ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયાના ત્રણ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ તથા શ્રીલંકાના એક-એક ખેલાડીને જગ્યા મળી છે. આ ટીમની વાત કરીએ તો તેમાં ચાર ભારતીય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ અને રેણુકા સિંહ છે.
ICC વુમેન્સ ટી20 ટીમ ઓફ ધ યર 2022
સ્મૃતિ મંધાના (ભારત), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ), એશ ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા) તાહિલા મેક્ગ્રા (ઓસ્ટ્રેલિયા), નિદા ડાર (પાકિસ્તાન), દીપ્તિ શર્મા (ભારત), ઋચા ઘોષ (ભારત), સોફી એકલસ્ટોન (ઈંગ્લેન્ડ), ઇનોકા રાણાવીરા (શ્રીલંકા), રેણુકા સિંહ (ભારત).
🇮🇳 x 4
🇦🇺 x 3
🇳🇿 🇵🇰 🏴 🇱🇰 x 1
Unveiling the ICC Women's T20I Team of the Year 2022 🤩 #ICCAwards
— ICC (@ICC) January 23, 2023
હજુ આ એવોર્ડની થશે જાહેરાત
24 જાન્યુઆરી
3. ICC મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર
4. ICC મહિલા વનડે ટીમ ઓફ ધ યર
5. ICC મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર
25 જાન્યુઆરી
6. ICC મેન્સ એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર
7. ICC મહિલા સહયોગી ક્રિકેટર ઓફ ધ યર
8. ICC મેન્સ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર
9. ICC મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર
10. ICC ઇમર્જિંગ મેલ ક્રિકેટર ઓફ ધ યર
11. ICC ઇમર્જિંગ મહિલા ક્રિકેટર ઓફ ધ યર
26 જાન્યુઆરી
12. ICC અમ્પાયર ઓફ ધ યર
13. ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર
14. ICC મહિલા વનડે ક્રિકેટર ઓફ ધ યર
15. ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર
16. રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી (ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર)
17. સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી (ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર)
18. ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે