IND Vs NZ: પંત ઈજાગ્રસ્ત થયો હતો છતાં રમવા ઉતર્યો! વિસ્ફોટક ઈનિંગ ખેલી પણ 1 રને ચૂક્યો સદી
ઋષભ પંત હંમેશા વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતો છે. તેણે પોતાના દમ પર ભારતને અનેક મેચો જીતાડી છે. પંતના એક હાથથી છગ્ગો ફટકારવાની કળાથી સમગ્ર ક્રિકેટ જગત વાકેફ છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ પહેલી ટેસ્ટમાં દમદાર બેટિંગ કરી. જો કે એક રનથી સદી ચૂકી ગયો.
ઋષભ પંત હંમેશા વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતો છે. તેણે પોતાના દમ પર ભારતને અનેક મેચો જીતાડી છે. પંતના એક હાથથી છગ્ગો ફટકારવાની કળાથી સમગ્ર ક્રિકેટ જગત વાકેફ છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ પહેલી ટેસ્ટમાં દમદાર બેટિંગ કરી. જો કે એક રનથી સદી ચૂકી ગયો. તેણે મેચમાં કુલ 105 બોલમાં 99 રન કર્યા. જેમાં 9 જોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે. તે વિલિયમ ઓ રુર્કેની બોલિંગમાં બોલ્ડ થઈ ગયો.
જો ઋષભ પંતે પોતાની સદી પૂરી કરી હોત તો આ તેની ટેસ્ટ કરિયરની 7મી સદી હોત અને પછી તે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકિપર બની જાત. પરંતુ આમ થઈ શક્યું નહીં. હાલ પંત અને મહેન્દ્ર સિંહ ધોની બંને વિકેટકિપર તરીકે ટેસ્ટ કરિયરમાં સરખી સદી 6-6 ધરાવે છે. બંને જોઈન્ટલી પહેલા નંબરે છે. ઋદ્ધિમાન સાહાએ ટેસ્ટમાં 3 સદી ફટકારી હતી.
ચાલવું પણ મુશ્કેલ હતું છતાં બેટિંગ કરવા ઉતર્યો
અત્રે જણાવવાનું કે ઋષભ પંત ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાનો એક બોલ તેના પગમાં વાગ્યો હતો અને તેને મેદાનની બહાર લઈ જવો પડ્યો. બોલને પકડવા ગયો અને ઈજાગ્રસ્ત થયો. બોલ તેને પગમાં વાગ્યો હતો જ્યાં તેણે લેગ ગાર્ડ પહેર્યું નહતું. ફિઝિયો મેદાન પર આવીને તેને સારવાર આપવા લાગ્યો હતો પરંતુ આમ છતાં ફરક ન પડતા આખરે તે મેદાનની બહાર ગયો. પંત ચાલી પણ શકતો નહતો ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ઈનિંગ વખતે ધ્રુવ જુરેલ વિકેટ કિપિંગ કરતો જોવા મળ્યો હતો.
પંત ઈજાગ્રસ્ત થતા તે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરશે કે કેમ તે સવાલો થયા હતા. જો કે આખરે પંત મેદાનમાં ઉતર્યો અને તેણે અત્યંત મહત્વની ઈનિંગ પણ ખેલી. જો કે એક રનથી પંત સદી ચૂકી ગયો તેનો વસવસો રહી ગયો.