Watch Video: સરફરાઝ ખાનમાં ઘૂસ્યો જાવેદ મિયાંદાદનો `આત્મા`, અચાનક કૂદાકૂદ કરવા લાગ્યો
સદી ફટકારતા પહેલા સરફરાઝે કઈક એવું કર્યું કે જેના પર કોઈને ભરોસો ન થયો. સરફરાઝે જે રીતે પંતને પાછા ફરવા માટે કહ્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. સરફરાઝ પીચ પર જ કૂદવા લાગ્યો હતો. તે બૂમો પાડતો હતો. તેનું બેટ હવામાં હતું. તે પીચ પર કૂદાકૂદ કરતો હતો.
ભારતના યુવા સ્ટાર સરફરાઝ ખાને પોતાની ટેસ્ટ કરિયરની પહેલી સદી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેગ્લુરુમાં ફટકારી. 3 ટેસ્ટ મેચની સિરીઝના પહેલા મુકાબલામાં તેણે ધમાકેદાર ઈનિંગ રમી. સરફરાઝે મેચના ચોથા દિવસે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સદી પૂરી કરી. તે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે 70 રને અણનમ હતો. ચોથા દિવસે કોઈ ભૂલ કર્યા વગર તેણે પોતાની સદી પૂરી કરી લીધી.
રનઆઉટ થતા બચ્યો પંત
સદી ફટકારતા પહેલા સરફરાઝે કઈક એવું કર્યું કે જેના પર કોઈને ભરોસો ન થયો. હકીકતમાં તે પોતાના સાથી ઋષભ પંતને રન આઉટ થતા બચાવવા માટે ક્રિઝ પર જ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. પંત લગભગ રન આઉટ થઈ ગયો હતો, પરંતુ સરફરાઝની સોચ અને ભારતના ભાગ્યએ તેને બચાવી લીધુ. આ ક્ષણ 65મી ઓવરમાં સામે આવી જ્યારે ભારતનો સ્કોર 270 રન 3 વિકેટ પર હતો. તે સમયે ન્યૂઝીલેન્ડ 86 રન આગળ હતું. તે સમયે કઈક એવું થયું કે બધા જોતા રહી ગયા.
બીજો રન લેવા માંગતો હતો પંત
સરફરાઝ ખાને મેટ હેનરીના બોલને બેકવર્ડ પોઈન્ટ તરફ કટ કર્યો. એવું લાગતું હતું કે બંને ખેલાડી સિંગલથી સંતોષ માની લેશે, પરંતુ તરત જ મામલો પતી ગયો. પંત 11 રન કરીને બેટિંગ કરી રહ્યો હતો. બંને ખેલાડીઓએ સિંગલ રન પૂરો કર્યો. પંત બીજો રન લેવા માટે પલટ્યો અને અડધી ક્રિઝને પાર કરી લીધી. ત્યારે નોન સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચેલા સરફરાઝે જોખમ જોઈ લીધુ અને તેણે પંતને તરત જ પાછા ફરવાનું કહ્યું.
સરફરાઝ કૂદાકૂદ કરવા લાગ્યો
સરફરાઝે જે રીતે પંતને પાછા ફરવા માટે કહ્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. સરફરાઝ પીચ પર જ કૂદવા લાગ્યો હતો. તે બૂમો પાડતો હતો. તેનું બેટ હવામાં હતું. તે પીચ પર કૂદાકૂદ કરતો હતો. તેને જોઈને લોકો પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાદાદને યાદ કરવા લાગ્યા. મિયાદાદ 1992માં ભારત વિરુદધ મેચ દરમિયાન ક્રીઝ પર જ જંપ કરવા લાગ્યા હતા. સરફરાઝે ક્રિકેટ ફેન્સને મિયાદાદની યાદ અપાવી દીધી.
બ્લંડેલે કરી ભૂલ
સરફરાઝે જ્યારે પંતને પાછા ફરવા માટે કહ્યું તો ત્યારે એવું લાગતું હતું કે ભારતને ચોથો ઝટકો મળશે. ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટર ટોમ બ્લંડેલ બોલને પકડ્યા બાદ યોગ્ય અનુમાન લગાવી શક્યો નહીં. તે થ્રો કરી શક્યો નહીં અને પંત બચી ગયો. સ્ટેન્ડમાં ભારતીય ફેન્સે રાહતના શ્વાસ લીધા. સરફરાઝને સોશિયલ મીડિયા પર લોકોએ જંપિંગ સરફરાઝ નામ આપ્યું.