નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ડ્રો થઈ હતી. એક સમય ટીમ ઇન્ડિયા આ મેચ જીતવાની ખુબજ નજીક હતી, પરંતુ ન્યુઝીલેન્ડના બેટ્સમેને ભારતને જીતવાથી અટકાવ્યું હતું. હવે આ કારણથી આગામી ટેસ્ટ મેચમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવશે. ખાસ કરીને પહેલી મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર ઇશાંત શર્માનું બીજી મેચમાં ડ્રોપ થવાનું નક્કી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇશાંતને કરવામાં આવશે બહાર- જાફર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ડિસેમ્બરના મુંબઇના વાનખેડે સ્ટેડિમયમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચને લઇને પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે બોલર મોહમ્મદ સિરાઝને ઇશાંત શર્માની જગ્યાએ ટીમમાં સામેલ કરવાની વાત કહી છે. ઇશાંતે કાનપુર ટેસ્ટમાં 22 ઓવર બોલિંગ કર્યા બાદ એક પણ વિકેટ ઝડપી લેવામાં અસમર્થ રહ્યો. જાફરે બુધવારના ઇએસપીઅનક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું કે, જો વાનખેડેની પીચ પર થોડી હલચલ થયા છે, તો તમે ત્રણ ફાસ્ટ બોલરને રમતા જોઈ શકો છો અન્ય બે (સ્પિનર) પણ હાજર રહેશે. તેમણે આગળ કહ્યું કે મોહમ્મદ સિરાઝને ઇશાંત શર્માની જગ્યાએ ટીમમાં તક આપવી જોઇએ.


સાઉદી અરેબિયા પહોંચ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron, નોંધાયો પહેલો કેસ


આવી બનાવો બોલિંગ યુનિટ
જાફરે કહ્યું, ઉમેશ યાદવ, સિરાજ અને ત્રણ સ્પિનરોનું સંયોજન હોઈ શકે છે જેની સાથે ભારત બીજી ટેસ્ટમાં જઈ શકે છે. જાફરે એમ પણ કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ ટોચના ક્રમના બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને દક્ષિણ આફ્રિકાના મહત્ત્વપૂર્ણ પ્રવાસમાંથી બહાર ન કરવા જોઈએ. કાનપુર ટેસ્ટ કેપ્ટન રહાણે અને પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમ છતાં શ્રેયસ ઐયરે તેની ટેસ્ટ ડેબ્યૂમાં સદી અને અડધી સદી ફટકારી હતી, પરંતુ જાફરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રોટીયાઝ સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ પહેલા બેટ્સમેનોને સામેલ ન કરવા તે ભૂલ હશે.


IPL: આઈપીએલ રિટેનશનની સત્તાવાર યાદી જાહેર, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિટેન


રહાણે-પુજારા અંગે બાદમાં લો નિર્ણય
જાફરે કહ્યું, 'એકવાર સાઉથ આફ્રિકા સીરિઝ પૂરી થઈ જાય પછી તમે નક્કી કરી શકો છો કે આ બંને ખેલાડીઓ ક્યાં ઊભા છે, પરંતુ ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા માટે રહાણે અને પૂજારાને ટીમમાં લેવા જોઈએ.' જોકે, તેમણે કહ્યું કે કાનપુરમાં બે ઇનિંગ્સમાં ઓપનર (13 અને 17) તરીકે રન બનાવનાર મયંક અગ્રવાલને આરામ આપવો જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube