રોહિત શર્માએ કોને ગણાવ્યા હારના ગુનેગાર? આ બંને ખેલાડીઓના નામ ખુલ્લેઆમ લીધું!
ન્યૂઝીલેન્ડે ભારતને ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં 8 વિકેટથી હારમી હાર આપી અને 1-0થી લીડ બનાવી લીધી. આ હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે.
Rohit Sharma Reaction: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 8 વિકેટથી હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર કર્યો છે કે પહેલી ઈનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થવું ટીમ માટે સૌથી મોટી મુશ્કેલીનું કારણ હતું. તેમણે જણાવ્યું કે અમારી ટીમ આગામી બે મેચ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. રોહિત શર્મા આ હારથી નિરાશ દેખાયા હતા. જોકે, રોહિતે કોઈના પર હારનું ઠીકરું ફોડ્યું નહોતું, પરંતુ તે બે ખેલાડીઓની પ્રશંસા કરી જેમના દમ પર મેચ છેલ્લા દિવસ સુધી પહોંચી શકી.
માત્ર 10 મિનિટમાં રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારો
હાર માટે કોણે ગણાવ્યા ગુનેગાર?
રોહિતે મેચ બાદ કહ્યું, આ પ્રકારની મેચ થાય છે. આપણે તેને ભૂલાવીને આગળ વધીશું. અમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચ ગુમાવ્યા બાદ ચાર મેચ જીતી છે. અમને ખબર છે કે દરેક ખેલાડીને શું કરવાનું છે. તેમણે સ્વીકાર કર્યો કે સ્થિતિને આંકવામાં અમારીથી ભૂલ થઈ, પરંતુ તેમણે એવું પણ કહ્યું કે અમે વિચાર્યું નહોતું કે ભારતીય ટીમ 46 રન પર આઉટ થઈ જશે.
આ આગાહી જાણી કે...અંબાલાલ પટેલે ફરી ગુજરાત માટે જે આગાહી કરી તે છે અતિ ભયંકર!
આ બે ખેલાડીઓના ખૂલીને લીધા નામ
રોહિત શર્માએ ઋષભ પંત અને સરફરાજ ખાનની પ્રશંસા કરી. રોહિતે પંત અને સરફરાજની પ્રશંસા કરતા જણાવ્યું કે, અમે સરળતાથી 350 રનથી ઓછા સ્કોરપર આઉટ થઈ શકતા હતા. આ એક એવી ચીજ છે જેના પર આપણને ગર્વ છે. પંતે એક જવાબદારી ભરી ઈનિંગ રમીઅને પોતાના શોર્ટનું સિલેક્શન સારી રીતે કર્યું. સરફરાજ પોતાની ત્રીજી યા ચોથી ટેસ્ટમાં બિલકુલ સ્પષ્ટ અને પરિપક્વ હતો. તમને જણાવી દઈએ કે ભારતે બીજી ઈનિંગમાં સરફરાજ ખાન (150) અને ઋષભ પંત (99) ની વચ્ચે ચોથી વિકેટ માટે 177 રનની ભાગેદારીની મદદથી 462 રન બનાવ્યા, જેના કારણે ન્યૂઝીલેન્ડને જીત માટે ટાર્ગેટ મળ્યો.
દિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો..
પુણેમાં વાપસીની આશા
ત્રણ મેચોની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 0-1થી પાછળ ચાલી રહી છે. ભારતીય ટીમ હવે 24-28 ઓક્ટોબર સુધી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ રમવા માટે પુણે જશે, ત્યારબાદ 1-5 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સીરિઝની ત્રીજી મેચ અને છેલ્લી મેચ રમાશે. બીજી મેચમાં ભારતને જીત મળે છે તો છેલ્લી ટક્કર સીરિઝ ડિસાઈડર હશે.