નવી દિલ્હીઃ IND vs PAK Test Series: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદના તણાવને કારણે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમવામાં આવી નથી. છેલ્લા 15 વર્ષથી બંને ટીમો વચ્ચે કોઈ ટેસ્ટ મેચ રમાઈ નથી. બંને દેશોની ટીમ માત્ર આઈસીસી ટૂર્નામેન્ટ કે એશિયા કપમાં આમને-સામને આવે છે. પરંતુ પાકિસ્તાની મીડિયા પ્રમાણે ભારત અને પાક વચ્ચે ન્યૂટ્રલ ટેસ્ટ સિરીઝ રમવા માટે પીસીબી ચીફ નજમ સેઠીએ હા પાડી દીધી છે. ટેસ્ટ સિરીઝના મુદ્દા પર હવે ભારતીય ક્રિકેટ બોર્ડનો જવાબ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-પાક વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠી (Najam Sethi)એ તાજેતરમાં ભારત વિરુદ્ધ એક ન્યૂટ્રલ વેન્યૂ પર ટેસ્ટ સિરીઝ રમવાનો વિચાર રજૂ કર્યો હતો. પરંતુ એએનઆઈ પ્રમાણે બીસીસીઆઈના એક સૂત્રએ આ મુદ્દે કહ્યુ છે કે અમારો અત્યારે કે આવનારા સમયમાં આવો કોઈ પ્લાન નથી, કારણ કે અમે પાકિસ્તાનની સાથે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે તૈયાર નથી. 


તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યુ હતું કે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આપ્રિકામાં દ્વિપક્ષીય ટેસ્ટ મેચ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયન સ્ટેડિયમ ઠીક છે, તે ખુબ સારૂ હશે. સિડની મોર્નિંગ હેરાલ્ડને સેઠીએ કહ્યુ હતુ કે તે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે આફ્રિકામાં ભારત અને પાકિસ્તાનને સામેલ કરતા એક દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ માટે તૈયાર છે. 


2012માં રમાઈ હતી છેલ્લી સિરીઝ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત સરહદ પર તણાવની સ્થિતિ રહે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2012માં છેલ્લીવાર દ્વિપક્ષીય સિરીઝ રમાઈ હતી. ત્યારે પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો અને બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે અને ટી20 સિરીઝ રમાઈ હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. પરંતુ બંને દેશની ટીમો આઈસીસી ટૂર્નામેન્ટમાં આમને-સામને ઉતરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube