નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે જે લોકો ક્રિકેટ જોવાના શોખીન છે તેમના માટે મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના (Pakistan Cricket Team) ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK ક્રિકેટર્સને મળશે વિઝા
પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતમાં ઓક્ટોબરમાં યોજાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માટે વિઝા મળશે. સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ બોર્ડ સચિવ જય શાહ (Jay Shah) દ્વારા બીસીસીઆઈની (BCCI) એપેક્સ કાઉન્સિલને (Apex Council) આ માહિતી આપવામાં આવી હતી.


આ પણ વાંચો:- IPL 2021: પ્રથમ મેચ હાર્યા બાદ CSK ની જોરદાર વાપસી, પંજાબે 6 વિકેટથી આપી માત


અમદાવાદમાં થશે ટી20 વર્લ્ડ કપની ફાઈનલ
જય શાહે (Jay Shah) શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે ટી​​20 વર્લ્ડ કપ (T20 World Cup) 9 સ્થળોએ યોજાશે અને ફાઇનલ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે.


આ પણ વાંચો:- આ પૂર્વ ખેલાડીનું મોટું નિવેદન, કોહલી અને રોહિતને કહ્યું 'સિમ કાર્ડ'


આ 9 જગ્યા પર રમાશે મેચ
આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ની મેચ અમદાવાદ (Ahmedabad), દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), ચેન્નાઈ (Chennai), કોલકાતા (Kolkata), બેંગલુરુ (Bengaluru), હૈદરાબાદ (Hyderabad), ધર્મશાળા (Dharamshala) અને લખનઉ (Lucknow) માં રમાશે.


આ પણ વાંચો:- IPL 2021: કરોડપતિ ક્રિસ મોરિસ ચમક્યો, રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું


'વિઝા મુદ્દો ઉકેલાયો'
બીસીસીઆઈની (BCCI) એપેક્સ કાઉન્સિલના (Apex Council) સભ્યએ કહ્યું, "પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિઝાનો (Visa) મુદ્દો હલ થઈ ગયો છે." જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે પ્રેક્ષકોને આવવા દેવામાં આવશે કે નહીં, તે સમયસર નક્કી કરવામાં આવશે 'રાજદ્વારી સંબંધોમાં તણાવને કારણે ભારત અને પાકિસ્તાને એક દાયકાથી દ્વિપક્ષીય ક્રિકેટ રમી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube