IPL 2021: પ્રથમ મેચ હાર્યા બાદ CSK ની જોરદાર વાપસી, પંજાબે 6 વિકેટથી આપી માત

આઇપીએલ 2021 ની (IPL 2021) 8 મી મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે

IPL 2021: પ્રથમ મેચ હાર્યા બાદ CSK ની જોરદાર વાપસી, પંજાબે 6 વિકેટથી આપી માત

નવી દિલ્હી: આઇપીએલ 2021 ની (IPL 2021) 8 મી મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી પંજાબની ટીમ ખાસ કંઈ કરી શકી નહીં. પંજાબ ટીમનો સ્કોર 20 ઓવર પછી 106 રનમાં 8 વિકેટ હતો. જેના જવાબમાં સીએસકે આરામથી મેચ 6 વિકેટથી જીતી લીધી.

સીએસકેએ જીતી મેચ
પંજાબના 107 રનના લક્ષ્યાંકના જવાબમાં CSK એ આરામથી 4 વિકેટ ગુમાવીને આ સિધ્ધિ મેળવી. આ લક્ષ્યનો પીછો કરતા સીએસકેની શરૂઆત નબળી હતી અને 24 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી સાથે મળીને સીએસકેને જીત તરફ આગળ વધારી. અલી 46 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ફાફે એક છેડો પકડ્યો અને સીએસકેને સિઝનની પહેલી જીત અપાવવાની અણનમ 36 રનની ઇનિંગ રમી.

દિપક ચહરનો કહેર
સીએસકેના ઝડપી બોલર દિપક ચહરે (Deepak Chahar) પંજાબની બેટિંગની કમર તોડી હતી. ચહરે તેની 4 ઓવરમાં માત્ર 13 રન આપીને પંજાબની 4 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં ચહરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. એટલું જ નહીં ચહરે તેના સ્પેલની છેલ્લી ઓવર મેડન નાખી.

માત્ર શાહરૂખને દેખાળ્યો દમ
પંજાબ તરફથી ફક્ત તેના મધ્ય ઓર્ડરના બેટ્સમેન શાહરૂખ ખાન બેટિંગ કરી. શાહરૂખે 36 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. શાહરૂખે આ ઇનિંગ્સમાં 2 સિક્સર અને 4 ફોર ફટકારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news