નવી દિલ્હીઃ IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપ 2022ના મુકાબલામાં ગણતરીની કલાકો બાકી રહી છે. બંને ટીમો આ મહામુકાબલા સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. બંને દેશની મેચ હોય ત્યારે ખુબ ચર્ચા રહે છે અને બંને દેશના ક્રિકેટ ફેન્સમાં ખુબ રોમાંચ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વિશ્વકપમાં બંને ટીમ પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કરશે, પરંતુ શું બંને ટીમોને અહીં પહેલા સફળતા મળી છે? તે જાણવું રસપ્રદ હશે કે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં બંને ટીમોનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયાના મેદાનોમાં કેવું રહ્યું છે. આવો જાણીએ જરૂરી આંકડા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયામાં ક્યારેય નથી જીત્યું પાકિસ્તાન
પાકિસ્તાને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ચાર ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમ્યા છે, પરંતુ ક્યારેય જીત મળી નથી. ત્રણ મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. 2010માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટી20 મુકાબલો રમ્યો હતો અને પછી સીધી 2019માં ત્રણ મેચની સિરીઝ રમી હતી. ત્રણ મેચમાંથી બે વખત પાકિસ્તાન 150ના આંકડા પર માંડ પહોંચી શક્યું હતું. ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો સર્વોચ્ચ સ્કોર 150/6 છે. 


આ પણ વાંચોઃ IND vs PAK: મેલબોર્નમાં મહામુકાબલો, રવિવારે વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને


શાનદાર રહ્યું છે ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન
ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું છે. ભારતે અહીં કુલ 12 મેચ રમી છે અને સાતમાં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. ભારતે ફેબ્રુઆરી 2008માં પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટી20 મેચ રમી હતી તો તેણે ડિસેમ્બર 2020માં છેલ્લે ઓસ્ટ્રેલિયામાં ટી20 મુકાબલો રમ્યો હતો. 


આ પણ વાંચોઃ અહીં જોઇ શકશો ભારત-પાકની મેચ બિલકુલ ફ્રી, એક ક્લિકમાં મળશે લાઇવ સ્ટ્રીમિંગ


ઓસ્ટ્રેલિયામાં પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમ 74 રનના સ્કોર પર સમેટાઈ ગઈ ગયો, આ તેનો ન્યૂનતમ સ્કોર છે. 2016માં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 198 રનના લક્ષ્યનો પીછો કરતા 200/3 નો સ્કોર બનાવ્યો હતો, જે ઓસ્ટ્રેલિયામાં તેનો સૌથી મોટો સ્કોર છે. ભારતીયે ઓસ્ટ્રેલિયામાં 11 ઈનિંગમાંથી આઠ વખત 150થી વધુ રન બનાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube