IND vs PAK, T20 WC 2022: અહીં જોઇ શકશો ભારત-પાકની મેચ બિલકુલ ફ્રી, એક ક્લિકમાં મળશે લાઇવ સ્ટ્રીમિંગ

IND vs PAK, T20 World Cup 2022: આ મેચ 23 ઓક્ટોબર રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. બંને ટીમો વચ્ચે રમાનાર આ મેચ ભારતીય સમયાનુસાર, બપોરે 1:30 વાગ્યાથી રમાશે. તો બીજી તરફ ટોસ 1:00 વાગે થશે. 

IND vs PAK, T20 WC 2022: અહીં જોઇ શકશો ભારત-પાકની મેચ બિલકુલ ફ્રી, એક ક્લિકમાં મળશે લાઇવ સ્ટ્રીમિંગ

IND vs PAK, T20 World Cup 2022:  2022 ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબર, રવિવારે મેચ રમાશે. ફેન્સ આ મેચની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ ટી20 વર્લ્ડકપમાં રમાનારી 16મી મેચ હશે. બંને ટીમ આ મહામુકાબલા દ્રારા 2022 ટી20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનનો આગાજ કરશે. 

આ પહેલાં વર્ષ 2021 ના ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મેચમાં ભારતીય ટીમને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વખતે ટી20 વર્લ્ડકપ યૂએઇમાં રમાઇ હતી. તો બીજી તરફ આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાશે. આવો જાણીએ કે ફેન્સને ઉત્સાહિત કરનારા આ મેચને તમે ફ્રીમાં ક્યાંથી અને કેવી રીત લાઇવ જોઇ શકશો. 

ક્યારે અને ક્યાં યોજાશે મેચ?
આ મેચ 23 ઓક્ટોબર રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. બંને ટીમો વચ્ચે રમાનાર આ મેચ ભારતીય સમયાનુસાર, બપોરે 1:30 વાગ્યાથી રમાશે. તો બીજી તરફ ટોસ 1:00 વાગે થશે. 

ક્યાં થશે લાઇવ પ્રસારણ? 
ટીવી પર આ મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. તો બીજી તરફ મેચની લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. 

ફ્રીમાં કેવી જોઇ શકશો લાઇવ? 
જો તમે આ મેચને ફ્રીમાં લાઇવ જોવા માંગો છો તો તમે તેને સીધા ડીડી સ્પોર્ટ્સ પર લાઇવ જોઇ શકશો. તેના માટે કોઇ પૈસા ચૂકવવા નહી પડે.

શું ટીમ ઇન્ડીયા લેશે બદલો?
આ પહેલાં 2021 ની ટીમ20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને પાકિસ્તાન વિરૂદ્ધ 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં જ રમાયેલા એશિયા કપમાં પણ બંને ટીમોનો બે વાર આસનો થયો હતો. જેમાં બંને 1-1 મેચ જીતવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news