રહાણેની વધુ એક સિદ્ધી, આ મામલામાં સચિનના રેકોર્ડની કરી બરોબરી
રહાણેએ 115 રન બનાવ્યા જેની મદદથી ભારત મુશ્કેલથી મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આ મેચમાં રહાણેએ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે.
રાંચીઃ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. રહાણે 115 રન બનાવી આઉટ થયો, જેની મદદથી ભારત મુશ્કેલ સ્થિતિમાથી બહાર નિકળીને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.
આ મેચમાં અંજ્કિય રહાણેએ એક મોટી સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. અંજ્કિય રહાણેએ રોહિત શર્માની સાથે ચોથી વિકેટ માટે 267 રન જોડ્યા હતા. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ વખત ચોથી વિકેટ માટે 200+ની ભાગીદારીની વાત કરીએ તો રહાણેએ પાંચમી વાર આમ કર્યું છે. આ સાથે રહાણેએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. પોતાના કરિયર દરમિયાન સચિન પણ ચોથી વિકેટ માટે પાંચ વખત 200+ની ભાગીદારીમાં સામેલ રહ્યો હતો.
ભારતીય બેટ્સમેનઃ ચોથી વિકેટ માટે 200+ની ભાગીદારી
5 વાર અંજ્કિય રહાણે
5 વાર સચિન તેંડુલકર
3 વાર સૌરવ ગાંગુલી
3 વાર વિરાટ કોહલી
2 વાર વીવીએસ લક્ષ્મણ
એક સિરીઝ, ત્રણ મેચ, ત્રણેયમાં બેવડી સદી, ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર કર્યું આ કામ
રાંચી ટેસ્ટ દરમિયાન રોહિત શર્મા અને અંજ્કિય રહાણેએ 267 રન જોડ્યા, જે આફ્રિકા વિરુદ્ધ ચૌથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ખુદ રહાણેએ વિરાટ કોહલીની સાથે આફ્રિકા વિરુદ્ધ હાલની સિરીઝની પુણે ટેસ્ટમાં 178 રન જોડ્યા હતા.
રોચક ફેક્ટ
કોઈપણ ટીમ વિરુદ્ધ ચૌથી વિકેટ માટે સર્વાધિક રનનો ભાગીદારીમાં પણ રહાણેનું યોગદાન છે. રહાણે અને વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2016મા ઈન્દોર ટેસ્ટ દરમિયાન 365 રન જોડ્યા હતા.
રહાણે આ રીતે બન્યો સંકટમોચક
તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચમાં રહાણે ત્યારે બેટિંગ કરવા આવ્યો જ્યારે ટીમ ઈન્ડિયાએ 39 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રહાણેએ રોહિત શર્મા સાથે મળી ટીમને મુશ્કેલથી મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી છે. રહાણેએ 169 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાના કરિયરની 11મી સદી ફટકારી હતી. રહાણેએ છેલ્લે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એન્ટીગા ટેસ્ટમાં સદી ફટકારી હતી.
VIDEO: મેદાન પર આવીને પ્રેમીએ કર્યું મહિલા ક્રિકેટરને પ્રપોઝ, કંઈક આવું હતું રિએક્શન
ભારતની ધરતી પર ત્રણ વર્ષ બાદ સદી
ભારતની ધરતી પર રહાણેએ પોતાની છેલ્લી ટેસ્ટ સદી 2016મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફટકારી હતી. ઓક્ટોબર 2016 બાદ હવે ઓક્ટોબર 2019મા રહાણેએ ભારતમાં સદી ફટકારી છે. વર્ષ 2016મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રહાણેએ 188 રન બનાવ્યા હતા. રહાણેની સતત બીજી સિરીઝમાં આ બીજી સદી છે. આ પહેલા ઓગસ્ટ 2019મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પણ તેણે સદી ફટકારી હતી.