નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ પાર્લ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 31 રનથી હારી ગઈ હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલ અને ઋષભ પંતે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંતે ફિફ્ટી ફટકારી
ભારતે દક્ષિણ આફ્રિકા સામે 287 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 71 બોલમાં 85 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ફરી એકવાર આશાઓ બોજ સહન કરી શક્યો નહીં અને કોઇપણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. શિખર ધવન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા અને માત્ર 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 11 રન, વેંકટેશ અય્યરે 22 રન બનાવ્યા છે. અંતમાં શાર્દુલ ઠાકુરે 38 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેના કારણે ભારત આટલા મોટા લક્ષ્ય સુધી પહોંચી શક્યું હતું. રવિચંદ્રન અશ્વિન 25 રન બનાવી અણનમ રહ્યો હતો.

આંખો પર પટ્ટી બાંધીને શાકભાજી કાપે છે દુકાનદાર, પછી ગ્રાહક સામે કરે છે આ કામ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube