નવી દિલ્હીઃ શ્રીલંકાએ ભારત વિરુદ્ધ આગામી ટી20 અને વનડે સિરીઝ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી મહિને ત્રણ ટી20 અને પછી 10થી 15 જાન્યુઆરી વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. ભારત વિરુદ્ધ ત્રણ જાન્યુઆરીથી શરૂ થનાર ટી20 સિરીઝ માટે ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને શ્રીલંકાની ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની પસંદગી સમિતિએ બુધવારે ભારત સામે નિર્ધારિત ઓવરની સિરીજ માટે 20 ખેલાડીઓની પસંદગી કરી છે. શ્રીલંકાના ખેલ અને યુવા મામલાના મંત્રી રોશન રણસિંઘેએ ટીમ માટે પોતાની મંજૂરી આપી છે. 


ભાનુકા રાજપક્ષે, નુવાન તુષારા માત્ર ટી20 સિરીઝમાં જોવા મળશે, જ્યારે જેફરી વાન્ડરસે અને નુવાડિનૂ ફર્નાન્ડોને વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તો ટી20 અને વનડે સિરીઝ માટે અલગ-અલગ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. કુસલ મેન્ડિસને વનડે અને વાનિન્દુ હસરંગાને ટી20 સિરીઝ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ICC Test Batting Rankings: છેલ્લા છ વર્ષમાં સૌથી ખરાબ રેન્કિંગ પર પહોંચ્યો કોહલી


આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા વિરુદ્ધ આગામી સપ્તાહથી શરૂ થનાર ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. પસંદગી સમિતિએ ટી20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે, જ્યારે વનડે ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. 


ભારત વિરુદ્ધ શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિત અશલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિન્દુ હસરંગા, એશન બંડારા, મહેશ તીક્ષણા, જેફરી વાન્ડરસે, ચમિકા કરૂણારત્ને, દિલશાન મદુશંકા, કસુન રાજિથા, નુવાનિડૂ ફર્નાન્ડો, ડુનિથ વેલાલેજ, પ્રમોદ મદુશન, લાહિરૂ કુમારા, નુવાન તુષારા. 


આ પણ વાંચોઃ IND vs SL: ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન, જાણો કારણ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube