IND vs SL: ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન, સામે આવી વિગત
Jasprit Bumrah and Ravindra Jadeja India vs Sri Lanka: શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતનું ઘરેલૂ સત્ર શ્રીલંકા (IND vs SL) વિરુદ્ધ 3 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની સાથે શરૂ થઈ રહ્યું છે પરંતુ ટી20 અને વનડે ટીમમાં જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને રિષભ પંતનું નામ નથી. ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. વનડે સિરીઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા પોતાનો કાર્યભાર સંભાળશે. રોહિતની જેમ કોહલી અને રાહુલ પણ ટી20 ટીમમાં નથી. તો બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝમાં માત્ર 18 રન બનાવનારા શિખર ધવનને બહાર કરી દેવામાં આવ્યો છે.
ઉતાવળ કરવા ઈચ્છતા નથી પસંદગીકારો
બાંગ્લાદેશમાં રમાયેલી વનડે સિરીઝથી આરામ મળ્યા બાદ હવે રિષભ પંતની વનડે કે ટી20 ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. પંતે ટેસ્ટ સિરીઝમાં વાપસી કરતા મીરપુરની જીતમમાં 93 રન ફટકાર્યા હતા. ઈએસપીએન ક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે બુમરાહ અને જાડેજા શ્રીલંકા સિરીઝ માટે ફિટ હતા પરંતુ મંગળવારે રાત્રે ટીમની જાહેરાત કરતા તે નિર્ણય લેવામાં આવ્યો કે તેને ટીમમાં સામેલ કરવામાં ઉતાવળ કરવામાં આવશે નહીં.
જાડેજા-બુમરાહ લાંબા સમયથી બહાર
બંને ક્રિકેટર લાંબા સમયથી બહાર છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠક બાદ બીસીસીઆઈએ પ્રેસ રિલીઝમાં તે કહ્યું નહીં કે ક્યો ખેલાડી ઈજાગ્રસ્ત છે અને ક્યા ખેલાડીને આરામ આપવામાં આવ્યો અથવા બહાર કરવામાં આવ્યો છે. જાડેજાની રિકવરી આશાથી વધુ સમય લાગી રહ્યો છે. જાડેજાને આ પ્રવાસ પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી કારણ કે તે ઘુંટણની ઈજા બાદ ફિટ થઈ રહ્યો છે. જાડેજા છેલ્લે એશિયા કપમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેની સર્જરી થઈ હતી.
બાંગ્લાદેશના પ્રવાસ માટે જાડેજાને પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં એનસીએના મેડિકલ સ્ટાફ દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર ન કરાતા તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. જાડેજાની રિકવરીમાં આશા કરતા વધુ સમય લાગી રહ્યો છે અને તે ક્યારે વાપસી કરશે તેની તારીખ નક્કી નથી. ટીમ તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં શરૂ થનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં પરત લાવવા ઈચ્છે છે. તે સિરીઝ પહેલા જાડેજા એક રણજી ટ્રોફી મેચ પણ રમી શકે છે.
એનસીએ જશે રિષભ પંત
ટીમમાં રિષભ પંતનો ઉલ્લેખ નથી પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ વિકેટકીપર બેટરને બેંગલુરૂ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ માટે મોકલવામાં આવ્યો છે જેથી તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝ માટે તૈયાર થઈ શકે.
વનડે વિશ્વકપવાળા વર્ષની શરૂઆત ભારત ઘર પર શ્રીલંકા વિરુદ્ધ મુંબઈ (3 જાન્યુઆરી), પુણે (5 જાન્યુઆરી) અને રાજકોટ (7 જાન્યુઆરી) માં રમાનાર ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે કરશે. ત્યારબાદ ગુવાહાટી (10 જાન્યુઆરી), કોલકત્તા (12 જાન્યુઆરી) અને તિરૂવનંતપુરમ (15 જાન્યુઆરી) માં ત્રણ વનડે મેચ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે