નવી દિલ્હીઃ વિશ્વભરમાં આ સમયે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ રમાઈ રહી છે. તો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક ટેસ્ટ સિરીઝ સમાપ્ત થઈ છે. તો ભારત અને આફ્રિકા વચ્ચે પણ ત્રીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે સાઉથ આફ્રિકાના વધુ એક સ્ટાર ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીએ લીધી નિવૃત્તિ
સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીને 2019 બાદ આફ્રિકા તરફથી રમવાની તક મળી નથી. ત્યારબાદ તેણે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેનો આ નિર્ણય ચોંકાવનારો છે કારણ કે મોરિસ ફિટ છે અને હજુ એક-બે વર્ષ રમી શકતો હતો. મોરિસને ભારત વિરુદ્ધ ટેસ્ટ અને વનડે સિરીઝમાં તક મળી નથી. 


IPL 2022નું ટાઇટલ સ્પોન્સર વીવો નહીં 'ટાટા' હશે, BCCIએ કરી જાહેરાત  


મોરિસનું કરિયર
ક્રિસ મોરિસે પોતાના નાના કરિયરમાં સાઉથ આફ્રિકા માટે કુલ 4 ટેસ્ટ, 42 વનડે અને 23 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે ક્રમશઃ 12, 48 અને 34 વિકેટ લીધી હતી. મોરિસે આઈપીએલની 81 મેચમાં 95 વિકેટ ઝડપી છે. 34 વર્ષના મોરિસે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube