IPL 2022નું ટાઇટલ સ્પોન્સર વીવો નહીં 'ટાટા' હશે, BCCIએ કરી જાહેરાત
IPL એ આગામી સીઝન પહેલા પોતાના ટાઇટલ સ્પોન્સરને બદલવાનો નિર્ણય કર્યો છે. હવે ચીની કંપની વીવોના સ્થાને ભારતીય કંપની ટાટાને સ્પોન્સરશિપ આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ 2022 શરૂ થતાં પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં આઈપીએલના ટાઈટલ સ્પોન્સરમાં ફેરફાર થયો છે. આઈપીએલના આયોજકોએ ચીનની કંપની વીવો પાસેથી ટાઇટલ સ્પોન્સરશિપ છીનવીને ભારતની કંપની ટાટાને આપી દીધી છે. વીવોએ ખુદ પોતાનું નામ આઈપીએલના ટાઇટલ સ્પોન્સરના રૂપમાં પરત લઈ લીધું છે.
ટાટાને મળી જવાબદારી
ભારતના સૌથી મોટા વ્યવસાય સમૂહમાંથી એક ટાટા સમૂહ આ વર્ષથી ચીની મોબાઇલ નિર્માતા કંપની વીવોની જગ્યાએ આઈપીએલનું પ્રાયોજક હશે. આઈપીએલની સંચાલન પરિષદની મંગળવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલ અધ્યક્ષ બૃજેશ પટેલે પીટીઆઈને જણાવ્યું- હા, ટાટા સમૂહ હવે આઈપીએલનું પ્રાયોજક હશે.
Tata Group to replace Chinese mobile manufacturer Vivo as IPL title sponsor this year: IPL Chairman Brijesh Patel to PTI
— Press Trust of India (@PTI_News) January 11, 2022
ચીન સાથે ચાલી રહ્યો હતો વિવાદ
વીવોએ 2018થી 2022 સુધી આઈપીએલના પ્રાયોજન અધિકાર 2200 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા પરંતુ ગલવાન ઘાટીમાં 2020માં ભારત અને ચીન વચ્ચે સૈન્ય ટકરાવ બાદ વીવોએ એક વર્ષનો બ્રેક લીધો હતો. તેના સ્થાને ડ્રીમ 11 પ્રાયોજક હતું. વીવો 2021માં ફરી પ્રાયોજક બન્યું પરંતુ અટકળો ચાલી રહી હતી કે યોગ્ય બોલી લવાગનારના અધિકારનું હસ્તાંતરણ કરવા ઈચ્છે છે અને બીસીસીઆઈએ તેનું સમર્થન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે