નવી દિલ્લી: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત 26 ડિસેમ્બરથી થઈ રહી છે. બંને ટીમની વચ્ચે આ બોક્સિંગ-ડે ટેસ્ટ સેન્ચ્યુરિયનમાં રમાશે. મેચ માટે ભારતીય ટીમે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે પરંતુ એક વાત છે જે કેપ્ટન વિરાટ કોહલી માટે માથાનો દુખાવો બની શકે છે. તે છે આ ટેસ્ટમાં પરફેક્ટ બોલિંગ કોમ્બિનેશન ઉતારવું. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ સેન્ચ્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર હંમેશા ઝડપી બોલરોની બોલબાલા રહી છે.અહીંયા ઓવરઓલ ટોપ વિકેટ ટેકર્સને જોઈએ તો ટોપ-9માં કોઈ સ્પિનર નથી. 10મા નંબર પર ઓફ સ્પિનર પોલ હેરિસ છે. એવામાં કોહલી આ મેચમાં 4 કે 5 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર્સ ઉતારી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિરાઝની જગ્યાએ ઈશાંતને મળી શકે છે તક:
જો 4 ઝડપી બોલરોને સાથે મેદાનમાં ઉતારવામાં આવે છે તો ઈશાંત શર્મા અને મોહમ્મદ સિરાઝમાંથી એકને જગ્યા મળશે અને એકને બહાર બેસવું પડશે. હાલના ફોર્મને જોઈએ તો 4 ઝડપી બોલરોમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરને જગ્યા મળશે. જ્યારે ચોથા સ્થાન માટે ટક્કર થશે. જોકે આ મેદાન પર ભારતીય ઝડપી બોલરોના ફોર્મને જોઈએ તો ઈશાંતે સૌથી વધારે 7 વિકેટ ઝડપી છે. એવામાં તેને સ્થાન મળશે તેવું લાગી રહ્યું છે.


અશ્વિનને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન:
બીજા નંબર પર ભારતીયમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમી છે. જેમણે સેન્ચ્યુરિયનના મેદાન પર 5-5 વિકેટ ઝડપી છે. અશ્વિન ટીમની બેટિંગ લાઈનઅપને પણ મજબૂત કરે છે. એવામાં કોહલી તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે.


આ પણ વાંચોઃ India Tour Of SA: આ 5 ભારતીયોએ સાઉથ આફ્રિકામાં બેટથી મચાવી ધમાલ, જાણો તેમની બેસ્ટ ઈનિંગ્સ


સેન્ચ્યુરિયનમાં સૌથી વધારે વિકેટ લેનારા ભારતીય બોલર:
ઈશાંત શર્મા - 2 ટેસ્ટ, 7 વિકેટ
આર.અશ્વિન - 1 ટેસ્ટ, 5 વિકેટ
મોહમ્મદ શમી- 1 ટેસ્ટ, 5 વિકેટ
જસપ્રીત બુમરાહ - 1 ટેસ્ટ, 3 વિકેટ
હરભજન સિંહ- 1 ટેસ્ટ, 2 વિકેટ


સાઉથ આફ્રિકામાં ભારતીય બોલરોનો રેકોર્ડ:
ઓવરઓવ જો વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકામાં સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં અનિલ કુંબલે ટોપ પર છે. તેના પછી જવાગલ શ્રીનાથ આવે છે. જેણે 8 મેચમાં 43 વિકેટ ઝડપી હતી. ત્રીજા નંબરે ઝહીર ખાન છે. જેણે 8 ટેસ્ટમાં 30 વિકેટ ઝડપી હતી.


આ પણ વાંચોઃ IND VS SA: આફ્રિકા સામે જીતવા કોહલીએ બનાવી ખાસ રણનીતિ, આ પ્લાન સાથે ઉતરશે ભારત


ભારતીય બોલર - સાઉથ આફ્રિકામાં ટેસ્ટ વિકેટ
1. અનિલ કુંબલે - 12 મેચ, 45 વિકેટ
2. જવાગલ શ્રીનાથ - 8 મેચ, 43 વિકેટ
3. ઝહીર ખાન - 8 મેચ, 30 વિકેટ
4. એસ.શ્રીસંત - 6 મેચ, 27 વિકેટ
5. મોહમ્મદ શમી - 5 મેચ, 21 વિકેટ
6. ઈશાંત શર્મા - 7 મેચ, 20 વિકેટ
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube