IND VS SA: આફ્રિકા સામે જીતવા કોહલીએ બનાવી ખાસ રણનીતિ, આ પ્લાન સાથે ઉતરશે ભારત

India vs South Africa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે મોટો ખુલાસો કર્યો છે, તેણે જણાવ્યું કે ભારત આ મેચમાં કેટલા બોલરો સાથે ઉતરશે. 

IND VS SA: આફ્રિકા સામે જીતવા કોહલીએ બનાવી ખાસ રણનીતિ, આ પ્લાન સાથે ઉતરશે ભારત

સેન્ચુરિયનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. ભારતીય ટીમ આજ સુધી ક્યારેય સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી નથી. તેવામાં આ ટેસ્ટ માટે કેપ્ટન વિરાટ કોહલી કોઈ કસર છોડવા માંગશે નહીં. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે જણાવ્યું કે, ભારત કેટલા બોલર સાથે ઉતરશે. અનુભવી બેટર અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યર વચ્ચે પેચ ફસાતો જોવા મળી રહ્યો છે. 

આટલા બોલરો સાથે ઉતરશે ભારત
સાઉથ આફ્રિકાની પિચો હંમેશા ફાસ્ટ બોલરોને મદદ કરે છે. તેવામાં ભારતીય વાઇસ કેપ્ટને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દરેક ટીમ ટેસ્ટ મેચ જીતવા માટે 20 વિકેટ લેવા ઈચ્છે છે. અમે આ રણનીતિનો ઉપયોગ કરી ચુક્યા છીએ અને તેનાથી અમે વિદેશમાં જે મેચ રમી છે, તેમાં મદદ મળી છે. રાહુલે આગળ કહ્યુ, ચોથો ફાસ્ટ બોલર રમશે. રાહુલે કહ્યુ કે, પાંચ બોલરોથી કાર્યભાર મેનેજ કરવામાં સરળતા રહે છે અને જ્યારે તમારી પાસે બોલિંગમાં આટલું કૌશલ્ય હોય તો મને લાગે છે કે અમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. રાહુલના નિવેદનથી સ્પષ્ટ છે કે ભારત 5 બોલરો સાથે રમશે, જેમાં 5 ફાસ્ટ બોલર સામેલ હશે. 

આ બોલરોને મળી શકે છે તક
સાઉથ આફ્રિકાની પિચ હંમેશા ફાસ્ટ બોલરોને મદદ કરે છે. તેવામાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જગ્યા પાક્કી છે. મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દમદાર બોલિંગ કરી હતી. તેને પણ આ ટેસ્ટમાં તક મળી શકે છે. તો શાર્દુલ ઠાકુરે છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી બધાનું દિલ જીત્યુ છે. શાર્દુલ બેટિંગ પણ કરી શકે છે. તેવામાં ઈશાંત શર્માના સ્થાના શાર્દુલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય ભારતીય ટીમ અનુભવી સ્પિનર આર અશ્વિનને પોતાની અંતિમ ઇલેવનમાં સામેલ કરી શકે છે. 

આ બે બોલરો વચ્ચે ફસાયો પેચ
ભારતીય ટીમમાં ઘણા મેચ વિનર ખેલાડી સામેલ છે. તેવામાં વિરાટ કોહલી માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી મુશ્કેલ રહેશે. અજિંક્ય રહાણે ખરાબ ફોર્મમાં છે. તો અય્યરે કીવી સામે શાનદાર સદી ફટકારી હતી. રાહુલે કહ્યુ- ચોક્કસપણે તેના પર નિર્ણય કરવો મુશ્કેલ છે. અજિંક્ય વિશે વાત કરુ તો તે ટેસ્ટ ટીમનો મહત્વનો ભાગ છે, જેણે તેના કરિયરમાં મહત્વની ઈનિંગો રમી છે. લોર્ડસમાં પુજારા સાથે તે ભાગીદારી મહત્વની હતી, જેથી અમે મેચ જીતી શક્યા. હનુમા વિહારીએ પણ ટીમ ઈન્ડિયા માટે સારૂ પ્રદર્શન કર્યુ છે. હવે જોવાનું તે રહેશે કે કેપ્ટન કોહલી રહાણે કે અય્યરમાંથી કોને મેદાનમાં ઉતારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news