વિશાખાપટ્ટનમઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર ઓપનિંગ કરતા દમદાર પ્રદર્શન કર્યું છે. રોહિતે આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 176 રન બનાવ્યા હતા. તેણે મયંક અગ્રવાલની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 317 રન જોડ્યા હતા. આ સાથે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત પરંતુ પોતાના ટેસ્ટ કરિયરના બેસ્ટ સ્કોર (177)ને પાછળ છોડતા રહી ગયો હતો. તેણે 244 બોલનો સામનો કર્યો અને પોતાની ઈનિંગમાં 23 ચોગ્ગા તથા 6 છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટમાં ઓપનિંગ કરતા રોહિતની આ પ્રથમ સદી છે, જ્યારે આ ફોર્મેટમાં ઓરવઓલ ચોથી સદી છે. 


સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
રોહિત શર્મા અને મયંક અગ્રવાલે આફ્રિકા વિરુદ્ધ ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. બંન્નેએ 82 ઓવરોમાં 317 રન બનાવ્યા હતા. આ પહેલા વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે કાનપુરમાં આ ટીમની વિરુદ્ધ 218 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વીરૂએ વસીમ જાફરની સાથે ચેન્નઈમાં 2007-2008મા આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 213 રન જોડ્યા હતા. 

INDvsSA: મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, કરી સહેવાગની બરોબરી 

ભારત માટે આફ્રિકા વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ ભાગીદારી
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે આ સૌથી મોટી ભાગીદારી છે. મયંક અને રોહિત પહેલા ધુરંધર વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડે ચેન્નઈમાં આ ટીમ વિરુદ્ધ 2008મા બીજી વિકેટ માટે 268 રન જોડ્યા હતા. વીરુએ તે મેચમાં 319 રન બનાવ્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ફેબ્રુઆરી 2010મા કોલકત્તામાં આફ્રિકા વિરુદ્ધ લક્ષ્મણ અને ધોનીએ સાતમી વિકેટ માટે અણનમ 259 રનની ભાગીદારી કરી હતી. વીરૂએ આ મેચમાં સચિન તેંડુલકરની સાથે ત્રીજી વિકેટ માટે 249 રનની ભાગીદારી કરી હતી. 


સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની સર્વશ્રેષ્ઠ ભાગીદારી


પાર્ટનરશિપ બેટ્સમેન વિકેટ સ્થળ વર્ષ
317 રન રોહિત શર્મા-મયંક અગ્રવાલ પ્રથમ વિકેટ માટે વિશાખાપટ્ટનમ ઓક્ટો 2019
268 રન વીરેન્દ્ર સહેવાગ-રાહુલ દ્રવિડ બીજી વિકેટ માટે ચેન્નઈ માર્ચ 2008
259* રન લક્ષ્મણ-ધોની સાતમી વિકેટ માટે કોલકત્તા ફેબ્રુઆરી 2010
249 રન સહેવાગ-સચિન ત્રીજી વિકેટ માટે કોલકત્તા ફેબ્રુઆરી 2010

ભારત માટે ત્રીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી
રોહિત અને મયંકે ભારત માટે ઓવરઓલ ત્રીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી કરી છે. વીનૂ માંકડ અને પંકજ રોયના નામે ભારત માટે સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ નોંધાયેલો છે, જેણે જાન્યુઆરી 1956મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બનાવી હતી. બંન્નેએ ત્યારે ચેન્નઈમાં 413 રનની ભાગીદારી કરી હતી. દિગ્ગજ વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરુદ્ધ લાહોરમાં જાન્યુઆરી 2006મા 410 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. મુરલી વિજય અને શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માર્ચ 2013મા 289 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. 

ભારત માટે સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી


ભાગીદારી બેટ્સમેન વિરુદ્ધ સ્થળ ક્યારે
413 રન વીનૂ માંકડ-પંકજ રોય ન્યૂઝીલેન્ડ ચેન્નઈ જાન્યુઆરી 1956
410 રન સહેવાર-દ્રવિડ પાક લાહોર જાન્યુ. 2006
317 રન રોહિત-મયંક સા.આફ્રિકા વિઝાગ ઓક્ટો 2019
289 રન મુરલી વિજય-શિખર ધવન કાંગારૂ મોહાલી માર્ચ 2013

બંન્ને ઓપનરોએ ફટકારી સદી
આ ટેસ્ટ ક્રિકેટમાં ઓવરઓલ 10મી ઘટના છે, જ્યારે ભારતના બંન્ને ઓપનરોએ સદી ફટકારી છે. આ પહેલા પાછલા વર્ષે બેંગલુરૂમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ શિખર ધવન અને મુરલી વિજયે સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ આમ કરનાર ભારત ત્રીજી ટીમ બની ગઈ છે.