IND vs SL: ગૌતમ ગંભીરે શોધી વિરાટ કોહલીની નબળાઈ, કહી મોટી વાત
કોહલી સ્પિન બોલર વિરુદ્ધ ફરી આઉટ થયો હતો. કોહલી 45 રન બનાવી સ્પિનરનો શિકાર બન્યો હતો. આ દરમિયાન તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 8 હજાર રન પૂરા કર્યા હતા.
મોહાલીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બેટિંગમાં મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ તે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નહીં. કોહલી સ્પિન બોલર વિરુદ્ધ ફરી આઉટ થયો હતો. કોહલી 45 રન બનાવી સ્પિનરનો શિકાર બન્યો હતો. આ દરમિયાન તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 8 હજાર રન પૂરા કર્યા હતા. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા કોહલીની પાસે આ ઐતિહાસિક મેચને યાદગાર બનાવવાની તક હતી, પરંતુ તે મોટી ઈનિંગ રમી શક્યો નહીં.
આ વચ્ચે પૂર્વ ભારતીય ઓપનિંગ બેટર ગૌતમ ગંભીરે ભાર આપીને કહ્યુ કે, જ્યારે સ્પિનરોનો સામનો કરવાની વાત આવે છે તો કોહલીની સાથે-સાથે અન્ય ભારતીય બેટરો માટે પણ મુશ્કેલી વધી જાય છે. ભારતે પ્રથમ દિવસના અંતે 6 વિકેટ પર 357 રન બનાવી લીધા છે.
ગંભીરે પ્રથમ ટેસ્ટ પહેલા દિવસે ટી-બ્રેક બાદ સ્ટાર સ્પોર્ટસ પર કહ્યુ કે, ભારતીય બેટરોએ પોતાના બેસિક્સ પર ફરી કામ કરવાની જરૂર છે. તેણે કહ્યું- સૌથી મોટી ચિંતા છે કે બેટ પેડની લાઇનમાં છે. જ્યારે આમ હોય તો બોલ રમવામાં મુશ્કેલી થાય છે જે ટર્ન લે છે અને ટર્ન લેતી નથી. જો તમે તમારા બેટને પેડથી આગળ રાખો છો તો તમારી કટ લાગશે. જો તમે મયંક અગ્રવાલના આઉટ થવા પર નજર કરો તો બોલ બેટના અંદરના કિનારામાં વાગ્યો. પરંતુ વિરાટ કોહલીના મામલામાં બોલ બહારના કિનારામાં વાગ્યો. તેથી તમારૂ બેટ પેડ કરતા આગળ હોવું ખુબ જરૂરી છે.
આ પણ વાંચોઃ મેગા ઓક્શન બાદ રાજસ્થાન રોયલ્સની ટીમમાં થઈ આ દિગ્ગજની એન્ટ્રી, આઈપીએલમાં મચાવશે ધમાલ
ગંભીરે કહ્યું કે, ફાસ્ટ બોલરનો સામનો કરવા માટે ભારતની તૈયારીઓની સાથે-સાથે વધુ રમાતા લિમિટેડ ઓવર ક્રિકેટે પણ બેટરોને તેના બેસિક્સથી દૂર કરી દીધા છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું- આ સામાન્ય રીતે શરૂઆતના વર્ષોમાં શીખવાડવામાં આવે છે. આજકાલ તમે નિર્ધારિત ઓવરમાં રમો છો તો મૂળ વાત ભૂલી જાવ છે, સારી ટેવ ખતમ થઈ જાય છે. તમે ફાસ્ટ બોલર પર વધુ ધ્યાન આપ્યું છે, તેથી મારૂ માનવું છે કે ભારતીય બેટરોએ સ્પિનરોનો સામનો કરવા સુધાર કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube