નવી દિલ્હી: ભારતે શ્રીલંકાને વન ડે સિરીઝમાં 2-1 થી હરાવીને શાનદાર વિજય નોંધાવ્યો. આ પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકાની ટીમને પ્રથમ ટી 20 માં પણ 38 રને હરાવી હતી. પરંતુ વનડે સિરીઝની ત્રીજી મેચમાં કંઈક એવું બન્યું, જેના પર મેચની વચ્ચે કોઈનું ધ્યાન ગયું નહીં. પરંતુ જ્યારે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


ઇશાન કિશને મારી આંખ
ઇશાન કિશન (Ishan Kishan) શ્રીલંકા સામેની ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં નહોતો. પરંતુ તેમ છતાં તે ચર્ચામાં છે. હકીકતમાં, મેચ દરમિયાન ઇશાન ખૂબ જ રમુજી રીતે તેની આંખ મારતો જોવા મળ્યો હતો અને આ ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube