મુંબઈઃ IND vs SL T20: ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2023માં નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. આ વર્ષે વનડે વિશ્વકપ પણ ભારતની યજમાનીમાં રમાવાનો છે. ટીમ ઈન્ડિયા 3 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટી20 સિરીઝની સાથે વર્ષ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે. તો રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરશે ટીમ ઈન્ડિયા
શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. આ પ્રવાસમાં ત્રણ મેચોની ટી20 અને ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ પુણેમાં 5 જાન્યુઆરીએ અને છેલ્લી તથા અંતિમ ટી20 મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ ત્રણેય મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. ત્યારબાદ 10 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. 10 જાન્યુઆરીએ પ્રથમ વનડે ગુવાહાટી, 12 જાન્યુઆરીએ બીજી વનડે કોલકત્તા અને 15 જાન્યુઆરીએ ત્રીજી વનડે તિરૂવનંતપુરમમાં રમાશે. વનડે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. 


શું બેટિંગને અનુકૂળ હશે વાનખેડેની વિકેટ?
ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પ્રથમ ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વાનખેડેની વિકેટની વાત કરીએ તો તે બેટિંગ માટે શાનદાર હોય છે. આ પિચ પર બોલ પડ્યા બાદ ઝડપથી બેટ પર આવે છે. આ કારણે બેટિંગ કરવી સરળ રહે છે. પરંતુ આ સિવાય વાનખેડેની પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળે છે. ખાસ કરીને વાનખેડેની વિકેટ પર ફાસ્ટ બોલર બોલ સ્વિંગ કરાવી શકે છે. 


આ પણ વાંચોઃ બાઉન્ડ્રીની બહાર કેચ છતાં બેટર આઉટ, ક્રિકેટ વર્લ્ડમાં હંગામો, જાણો શું કહે છે નિયમ


પહેલી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.


પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ચરિત અસલંકા, ભાનુક રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિંદુ હસરંગા, ચમિકા કરૂણારત્ને, મહેશ તીક્ષણા, લાહિરૂ કુમારા અને દિલશાન મદુશંકા.


શ્રીલંકા સામે સિરીઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા, રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, શિવમ માવી, ઈશાન કિશન, સંજૂ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.


આ પણ વાંચોઃ વિશ્વકપ, એશિયા કપ, ઓસ્ટ્રેલિયા સિરીઝ, જાણો ટીમ ઈન્ડિયાનો વર્ષ 2023નો કાર્યક્રમ


ભારત વિરુદ્ધ શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિત અશલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિન્દુ હસરંગા, એશન બંડારા, મહેશ તીક્ષણા, જેફરી વાન્ડરસે, ચમિકા કરૂણારત્ને, દિલશાન મદુશંકા, કસુન રાજિથા, નુવાનિડૂ ફર્નાન્ડો, ડુનિથ વેલાલેજ, પ્રમોદ મદુશન, લાહિરૂ કુમારા, નુવાન તુષારા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube