India vs Sri Lanka 3rd T20 : ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, રાજકોટમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને પરાજય આપ્યો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે શ્રીલંકા પર શાનદાર જીત મેળવી છે અને સીરિઝ પર કબજો જમાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી છે. ભારતીય ટીમે શ્રીલંકાને 91 રને હરાવ્યુ છે. સૂર્યકુમાર યાદવે 360 ડિગ્રી શોટ્સ ફટકારીને કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી છે. રાજકોટના એસસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. શ્રીલંકન ટીમ 16.4 ઓવરમાં 137 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી અને 51 બોલમાં તેની અણનમ ઈનિંગમાં 112 રન બનાવ્યા. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો : 


જોશીમઠના તબાહીની ચેતવણી 47 વર્ષ પહેલા અપાઈ હતી, ધ્યાન આપ્યુ હોત આજે પરિણામ બીજુ હોત


એન્જિનિયર વિદ્યાર્થીએ રચ્યો ઈતિહાસ, વિદેશી કંપનીએ 1 કરોડ 13 લાખના પેકેજની ઓફર કરી


શ્રીલંકા 137 રન સુધી મર્યાદિત રહી
ઈનિંગની 17મી ઓવરના ચોથા બોલ પર અર્શદીપ સિંહે મદુશંકાને (1) બોલ્ડ કર્યો હતો. આ સાથે, મુલાકાતી ટીમ 137 રનના કુલ સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમે આ મેચ 91 રને જીતી લીધી હતી. આ મેચમાં અર્શદીપે 3 જ્યારે હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.


ભારત (પ્લેઈંગ-11): 
ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકા (પ્લેઇંગ-11): 
પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (wk), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજયા ડી સિલ્વા, ચરિથ અસલંકા, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, કસુન રાજીથા અને દિલશાન મદુશાન

આ પણ વાંચો : શાહરૂખે સાબિત કર્યુ કે તે છે અસલી બાદશાહ, બહુચર્ચિત અંજલિ કેસમાં પરિવારને કરી મદદ