શાહરૂખે સાબિત કર્યુ કે તે છે અસલી બાદશાહ, બહુચર્ચિત દિલ્હી અંજલિ કેસમાં પરિવારને કરી મદદ

Shah Rukh Khan: બોલિવુડના કિંગખાન અને રોમેન્ટિક એક્ટર ગણાતા શાહરૂખ ખાન (ShahRukh Khan) હંમેશા પોતાના દરિયાદિલીના ઉદાહરણ આપતા રહે છે. હાલમાં જ એકવાર ફરીથી બોલિવુડના પઠાણે સાબિત કર્યું કે, તેઓ કોઈની પણ મદદ કરવા આગળ રહે છે
 

શાહરૂખે સાબિત કર્યુ કે તે છે અસલી બાદશાહ, બહુચર્ચિત દિલ્હી અંજલિ કેસમાં પરિવારને કરી મદદ

Shah Rukh Khan: બોલિવુડના કિંગ ખાન અને રોમેન્ટિક એક્ટર શાહરૂખ ખાન પોતાની દરિયાદિલીના ઉદાહરણ હંમેશા આપતા રહે છે. હાલમાં જ એકવાર ફરીથી શાહરૂખ ખાનની દરિયાદિલી સામે આવી છે. આપણે જાણીએ છીએ કે, કિંગ ખાનની એનજીઓ મીર ફાઉન્ડેશન  (NGO Meer Foundation) સતત લોકોની મદદ કરતુ રહે છે. ત્યારે શાહરૂખ ખાને દિલ્હીની 20 વર્ષીય યુવતી અંજલિ સિંહ સાથે થયેલી ઘટના બાદ પરિવારની મદદ કરી છે. 

તમને જણાવી દઈએ કે આ અંજલિ એ જ અંજલિ છે, જેને તાજેતરમાં દિલ્હીના એક અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં એક દર્દનાક અકસ્માતમાં અંજલિને કેટલાક કીલોમીટર સુધી કારની નીચે ઘસડવામાં આવી હતી. અંજલિ સાથે જે બન્યુ તેનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. જોકે, હજી પણ તેની હકીકત સામે આવી નથી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જોકે, ન્યાયની તપાસમાં પરિવારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની એનજીઓની ટીમે અંજલિના પરિવારની મદદ કરવાની પહેલ કરી છે. કારણ કે, તેના પરિવારમાં એકમાત્ર અંજલિ જ નોકરી કરતી હતી, જેના પર આખા ઘરનુ ગુજરાન ચાલતુ હતુ. જોકે, મીર ફાઉન્ડેશન દ્વારા પરિવારને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે, તે માહિતી હજી મળી નથી. 

આ પણ વાંચો : 

'पठान' के विवादों के बीच शाहरुख खान ने दिखाई दरियादिली, अंजलि के परिवार की ऐसे की मदद

ઉલ્લેખનીય છે કે, બોલિવુડના સુપર્સટાર શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશનની સ્થાપના પોતાના પિતા મીર તાજ મોહંમદ ખાનના નામ પર કરી હતી. આ એનજીઓનો હેતુ લોકોને આર્થિક રીતે મદદ કરવાનો છે. લોકોને પાયગત રીતે મદદ કરીને બદલાવ લાવવાનો છે. તેમજ મહિલાઓ સશક્ત બને તે માટે પણ સંસ્થા કાર્યરત છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news