ગુવાહાટીઃ વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી છે. આ શ્રીલંકા વિરુદ્ધ તેની નવમી તો વનડે કરિયરની 45મી સદી હતી. 80 બોલમાં ફટકારેલી સદીની સાથે વિરાટ કોહલીએ મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડની બરોબરી કરી લીધી છે. હકીકતમાં ભારતીય જમીન પર માસ્ટર બ્લાસ્ટરના નામે 20 સદી હતી. હવે કિંગ કોહલીએ પણ તેની બરોબરી કરી લીધી છે. સચિને ઘરમાં રમાયેલા 164 મેચમાં 20 સદી ફટકારી હતી, જ્યારે કોહલીએ 102 મેચમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

87 બોલમાં 113 રન
ટોસ ગુમાવી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આજે જબરદસ્ત રહી. કેપ્ટન રોહિત શર્માએ 83 અને શુભમન ગિલે 70 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 143 રનની ભાગીદારી થઈ. આ મજબૂત શરૂઆત પર કોહલીએ પોતાની સદી ફટકારી હતી. વિરાટ પહેલા બોલથી લયમાં જોવા મળી રહ્યો હતો. 12 ચોગ્ગા અને એક સિક્સની ઈનિંગમાં આ બેટરને બે-બે જીવનદાન પણ મળ્યા હતા. 50 અને 80 રન આસપાસ તેના કેચ છોડવામાં આવ્યા હતા. 


T20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ જાહેર, લેનિંગ કેપ્ટન, આ સ્ટાર સ્પિનરની વાપસી


73મી આંતરરાષ્ટ્રીય સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી20માં મળીને આ વિરાટ કોહલીના બેટથી આવેલી 73મી સદી છે. એક્ટિવ પ્લેયર્સમાં તેની આસપાસ કોઈપણ નથી. પરંતુ ઓવરઓલ લિસ્ટમાં સચિન તેંડુલકર ટોપ પર છે, જેણે પોતાના કરિયરમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વનડે રેકોર્ડની વાત કરીએ તો સચિન-વિરાટમાં માત્ર પાંચ સદીનું અંતર રહી ગયું છે. વિરાટની આ 45મી સદી છે તો સચિને 49 વનડે સદી ફટકારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube