T20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ જાહેર, લેનિંગ કેપ્ટન, આ સ્ટાર સ્પિનરની થઈ વાપસી
ICC Women’s T20 World Cup: ટી20 વિશ્વકપ માટે મેગ લેનિંગ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. આફ્રિકામાં રમાનાર ટી20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા ટાઇટલ બચાવવા માટે મેદાનમાં ઉતરશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ આગામી મહિને દક્ષિણ આફ્રિકામાં રમાનાર મહિલા ટી20 વિશ્વકપ (Women T20 World Cup 2023) માટે લેગ સ્પિનર જોર્જિયા વેયરહમને પોતાની ટીમમાં સામેલ કરી છે. તો કેપ્ટન મેગ લિનિંગ આશરે છ મહિનાના બ્રેક બાદ આગામી સપ્તાહે પાકિસ્તાન સામે સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે.
ટી20 વિશ્વકપમાં ટીમની કમાન મેગ લેનિંગને સોંપવામાં આવી છે. એલિસા હીલી ભારતના પ્રવાસે ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં વાપસી કરશે, જ્યારે જેસ જોનાસન ઈજા બાદ સંપૂર્ણ ફિટ થઈ ગઈ છે. ઓક્ટોબર 2021માં બિગ બેશ દરમિયાન ઈજાગ્રસ્ત થનારી વેયરહમ લગભગ એક વર્ષ ક્રિકેટથી દૂર રહી હતી. અત્યાર સુધી તેણે પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરમાં 35 મેચમાં 5.80 ની ઇકોનોમી તથા 13.52ની એવરેજથી 36 વિકેટ લીધી છે.
Australia will look to defend their ICC Women's T20 World Cup crown with this strong 15-player squad heading to South Africa.
— ICC (@ICC) January 10, 2023
વેયરહમની વાપસીનો મતલબ છે કે આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા પાસે બે લેગ સ્પિનર હશે. પાછલા વર્ષે વનડે વિશ્વકપમાં અલાના કિંગ અને એમેન્ડા જેડ-વેલિંગટન ટીમમાં હતી, પરંતુ આ વખતે વેલિંગટનને બહાર કરી દેવામાં આવી છે. 2020 ટી20 તથા 2022 વનડે વિશ્વકપમાં ટીમની સભ્ય રહેલી નિકોલા કેરીને પણ ટીમમાં પસંદ કરવામાં આવી નથી. એક રીતે જોવામાં આવે તો ભારતમાં પ્રભાવિત કરનારી દેધર ગ્રેહમે તેની જગ્યા લીધી છે. ગ્રેહમે ભારતના પ્રવાસે શાનદાર બોલિંગ કરી હતી.
તે પ્રવાસ પર ડેબ્યૂ કરનારી કિમ ગાર્થને ફાસ્ટ બોલરના રૂપમાં યથાવત રાખવામાં આવી છે, જ્યારે ફીબી લિચફીલ્ડને વિશ્વકપની ટીમમાં સ્થાન મળ્યું નથી. આ મહિને પાકિસ્તાન સામે રમાનાર ત્રણ મેચની ટી20 સિરીઝ માટે પણ આ ટીમ રમશે.
ટી20 વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હેધર ગ્રેહામ, ગ્રેસ હેરિસ, જેસ જોનાસન, એલાના કિંગ, તાલિયા મેક્ગ્રા, બેથ મૂની, એલીસ પેરી, મેગન શૂટ, એનાબેલ સદરલેન્ડ, જોર્જિયા વેયરહમ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે