કિંગસ્ટન (જમૈકા): જસપ્રીત બુમરાહ ભારત માટે ટેસ્ટ હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અહીં સબીના પાર્ક મેદાન પર ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે ઈનિંગની 9મી ઓવરમાં ત્રણ બોલ પર ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. બુમરાહે નવમી ઓવરના બીજા બોલ પર ડેરેન બ્રાવો (4), ત્રીજા બોલ પર શાહમાર બ્રૂક્સ (0) અને ચોથા બોલ ર રોસ્ટર ચેજ (0)ને આઉટ કરી હેટ્રિક પૂરી કરી પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો, જ્યારે વિન્ડીઝમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય બન્યો છે. હેટ્રિકની વાત કરીએ તો બુમરાહ પહેલા ભારત માટે હરભજન સિંહ (રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્ન)એ 2001મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકત્તામાં હેટ્રિક ઝડપી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બન્યો હતો. ત્યારબાદ આ સિદ્ધિ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ (સલમાન બટ્ટ, યૂનિસ ખાન અને મોહમ્મદ યૂસુફ)એ 2006મા પાકિસ્તાન વિરુદ્ધ મેળવી હતી. આ મેચ કરાચીમાં રમાઇ હતી. 


આ રેકોર્ડ્સ વિશે પણ જાણો
આગામી હેટ્રિક માટે ભારતે 13 વર્ષ સુધી રાહ જોવી પડી.


ઇરફાને ભારત માટે છેલ્લી હેટ્રિક 2006મા લીધી હતી. 


રેકોર્ડ લિસ્ટમાં નજર કરીએ તો આ ઓવરઓલ ટેસ્ટ ઈતિહાસની 44મી હેટ્રિક છે. 


વિશ્વએ હેટ્રિક માટે બે વર્ષ રાહ જોવી પડી. 2017મા ઈંગ્લેન્ડના મોઇન અલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હેટ્રિક પૂરી કરી હતી. તેના બે વર્ષ બાદ ત્યારપછીની હેટ્રિક બુમરાહે પૂરી કરી છે. 


આ વેસ્ટ ઈન્ડિઝમાં ત્રીજી હેટ્રિક છે, જ્યારે કેરેબિયન ધરતી પર હેટ્રિક ઝડપનાર બુમરાહ પ્રથમ ભારતીય છે. 


આ ત્રીજી ઘટના છે, જ્યારે હેટ્રિકની ત્રીજી વિકેટ DRSથી મળી. આ પહેલા રંગના હેરાથ (શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા, ગાલે 2016), મોઇન અલી (ઈંગ્લેન્ડ vs આફ્રિકા, ધ ઓવલ, 2017)ની સાથે આમ થયું હતું. 

વેસ્ટ ઇન્ડિઝ પર ફોલો-ઓનનો ખતરો


ભારતની પાસે 329 રનની લીડ
બીજા દિવસે શનિવારે રમત પૂર્ણ થયા સુધી યજમાન ટીમ બુમરાહ (16-6)ની ઘાતક બોલિંગની આગળ બેકફુટ પર જોવા મળી અને તેણે પોતાની પ્રથમ ઈનિંગમાં 87 રનો પર સાત વિકેટ ગુમાવી દીધી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં હનુમા વિહારી (111)ની શાનદાર સદીની મદદથી 416 રન બનાવ્યા હતા. આ પ્રમાણે યજમાન ટીમ 329 રન પાછળ છે.