India vs West Indies 2nd Test: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જીતની સાથે શરૂઆત કરી છે. બંને ટીમો વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 20 જુલાઈથી રમાશે. આ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પહેલાથી સ્પષ્ટ કરી ચુક્યો છે. કે બીજી મેચની પ્લેઇંગ 11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. તેવામાં રોહિત પ્લેઇંગ 11માં એક એવા ખેલાડીને સામેલ કરી શકે છે, જે બે વર્ષથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 વર્ષ બાદ મળી શકે છે તક
રોહિત શર્માએ પ્રથમ મેચ જીત્યા બાદ કહ્યુ હતુ- સૌથી મહત્વની વાત સારી શરૂઆત કરવાની હોય છે. હવે અમે આ મોમેન્ટમને બીજી ટેસ્ટ મેચમાં લઈ જશું. કેટલાક એવા ખેલાડી છે, જેણે વધુ ટેસ્ટ મેચ રમી નથી, તેથી તેને ફીલ્ડ પર ઉતારવાના બાકી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે બીજી ટેસ્ટ મેચમાં નવદીપ સૈનીને તક મળી શકે છે. નવદીપ સૈનીને બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. 


આ પણ વાંચોઃ 5 દિગ્ગજ ભારતીય, જેનું ટેસ્ટ કરિયર લગભગ થઈ ગયું ખતમ! નવી ટીમમાં વાપસી મુશ્કેલ


વર્ષ 2019માં રમી હતી ભારત માટે પ્રથમ મેચ
નવદીપ સૈનીએ 2019માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. ડિસેમ્બર 2019માં તેણે વનડે ક્રિકેટમાં પણ પર્દાપણ કરી લીધુ હતું. તો વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૈનીને પ્રથમવાર ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. નવદીપ સૈનીએ ભારત માટે બે ટેસ્ટ, 8 વનડે અને 11 ટી20 મેચ રમી છે. તેણે ટેસ્ટ મેચમાં 4, વનડેમાં 6 અને ટી20માં 13 વિકેટ ઝડપી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ બે વર્ષ પહેલા શ્રીલંકા સામે રમી હતી. 


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, યશસ્વી જાયસવાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube