5 દિગ્ગજ ભારતીય, જેનું ટેસ્ટ કરિયર લગભગ થઈ ગયું ખતમ! નવી ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ

ભારતીય ટીમ હવે ટેસ્ટ ક્રિકેટમાં નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરી છે. યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, ઈશાન કિશન, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ જેવા યુવા ખેલાડીઓની ટીમમાં એન્ટ્રીથી કેટલાક જૂના ખેલાડીઓનું ટેસ્ટ કરિયર હવે સમાપ્ત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. 

5 દિગ્ગજ ભારતીય, જેનું ટેસ્ટ કરિયર લગભગ થઈ ગયું ખતમ! નવી ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેલવી હતી. સિરીઝ જીત માટે હવે ભારતે આગામી ટેસ્ટ મેચમાં વિન્ડીઝને હરાવવું પડશે કે મેચ ડ્રો કરવી પડશે. ભારતીય ટીમે નવી શરૂઆત કરી છે અને તેમાં ફેરફારની સક્યતા ઓછી છે. જોવામાં આવે તો ભારતીય ટેસ્ટ ટીમ હવે તૈયાર થઈ ગઈ છે. આ સાથે પાંચ દિગ્ગજ ખેલાડીઓ માટે ટેસ્ટ ટીમના દરવાજા લગભગ બંધ થઈ જયા છે. 

આ લિસ્ટમાં સૌથી પહેલુ અને મોટું નામ આવે છે ચેતેશ્વર પુજારાનું. પુજારાએ ભારત માટે છેલ્લા કેટલાક સમયમાં એકથી એક શાનદાર ઈનિંગ રમી છે. પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ફ્લોપ થયા બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં બહાર કરી દેવામાં આવ્યો છે. યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, કોહલી જેવા ખેલાડીઓના રહેતા હવે તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે. 

બીજુ નામ છે રિદ્ધિમાન સાહાનું. ભારતના શાનદાર વિકેટકીપરનું કરિયર હવે લગભગ સમાપ્ત થઈ ગયું છે. ધોનીની નિવૃત્તિ બાદ સાહાએ અનેક ટેસ્ટ મેચ ભારત માટે રમી છે. સાહાએ છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. હવે તેની વિકેટકીપર તરીકે ટીમમાં વાપસી મુશ્કેલ લાગી રહી છે. 

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે અંતિમ ટેસ્ટ મેચ પાંચ વર્ષ પહેલા રમી હતી. ભુવી હવે ટી20 કે વનડે ટીમમાં પણ જગ્યા બનાવી શકતો નથી. તેનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. તેવામાં ટેસ્ટ ટીમમાં ભુવીની વાપસી હવે લગભગ શક્ય નથી. 

ચોથું નામ છે ઈશાંત શર્માનું. એક સમયમાં તે ટીમ ઈન્ડિયાનો મહત્વનો સભ્ય હતો, પરંતુ હવે ઘણા સમયથી તે બહાર છે. તેણે છેલ્લે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ તેને તક મળી નથી. ભારતીય ટીમ પાસે હવે શાનદાર ફાસ્ટ બોલરો છે. તેવામાં ઈશાંતની વાપસી મુશ્કેલ લાગી રહી છે. 

ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી ચુકેલા કરૂણ નાયરે છેલ્લે વર્ષ 2017માં ટેસ્ટ મેચ રમી હતી. ભારત માટે તેણે છ મેચ રમી છે. હવે તે ઘરેલૂ ક્રિકેટમાં પણ ખાસ કમાલ કરી શક્યો નથી. તેવામાં ટીમ ઈન્ડિયામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news