નવી દિલ્લી: વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવવાની છે. જ્યાં બંને ટીમની વચ્ચે વન-ડે અને ટી-20 સિરીઝ રમાશે. કેપ્ટનશીપ છોડ્યા પછી આ સિરીઝમાં વિરાટ કોહલી એક નવી શરૂઆત કરશે. બંને ફોર્મેટમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. એવામાં કોહલી પહેલીવાર રોહિતની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે. આ સિરીઝ કોહલી માટે ઘણી મહત્વની રહેવાની છે. તેનું કારણ છે કોહલીનો વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડેમાં શાનદાર રેકોર્ડ છે. વિન્ડીઝ સામે કોહલી સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. આ મામલામાં તેણે સચિન તેંડુલકર સહિત બધા દિગ્ગજ ભારતીયોને પાછળ છોડી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિન્ડીઝ સામે કોહલી ટોપ સ્કોરર:
કોહલીએ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે ઓવરઓલ 39 વન-ડે મેચ રમી. જેમાં 72.09ની એવરેજથી 2235 રન બનાવ્યા. તે વિન્ડીઝ સામે 2000 રન બનાવનારો પહેલો ભારતીય છે. કોહલી પછી બીજો નંબર સચિન તેંડુલકરનો છે. તેમણે પણ 39 વન-ડે મેચ રમી. જેમાં 52.43ની એવરેજથી 1573 રન બનાવ્યા છે.


કોહલીએ બનાવી છે સૌથી વધારે સદી:
સદીના મામલામાં કોહલી ટોપ પર છે. તેની આસપાસ કોઈપણ ભારતીય નથી. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 9 સદી બનાવી છે. જ્યારે સચિને 4 સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડેમાં કોહલી, સચિન, રોહિત શર્મા અને સૌરવ ગાંગુલીએ બરોબર 11-11 અર્ધસદી ફટકારી છે.


આ પણ વાંચોઃ મિચેલ સ્ટાર્કે પ્રથમવાર જીત્યો એલન બોર્ડર મેડલ એવોર્ડ, મિચેલ માર્શને માત્ર 1 વોટથી હરાવ્યો  


વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ
ભારતીય પ્લેયર                    વન-ડે        રન           સદી
વિરાટ કોહલી                         39         2235          9
સચિન તેંડુલકર                        39       1573           4
રોહિત શર્મા                            33       1523           3
રાહુલ દ્રવિડ                             40       1348          3
સૌરવ ગાંગુલી                          27        1142          0 


વન-ડે અને ટી-20 સિરીઝનો શિડ્યુલ:
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. વન-ડે સિરીઝની બધી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીએ મેચ રમશે. તેના પછી બંને ટીમ ત્રણ ટી-20 સિરીઝની બધી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 16,18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube