IND vs WI: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં થશે મોટા ફેરફાર, આ ખેલાડીઓને કરાશે બહાર, યુવાઓને મળશે તક!
IND vs WI Test Series: ભારતીય ટીમે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું છે. અહીં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની સિરીઝ રમશે.
નવી દિલ્હીઃ Team India Squad for West Indies Test Series 2023: સતત બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ફરી WTC ની નવી સાયકલમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચ રમીને ટીમ ઈન્ડિયા WTCની ત્રીજી સીઝનની શરૂઆત કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 12 જુલાઈથી રમાશે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે.
પુજારા, ઉમેશ અને ભરત થઈ શકે છે બહાર
WTC ફાઈનલમાં ભારતની હાર બાદ ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેમાં ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ અને યુવા વિકેટકીપર કેએસ ભરત સામેલ છે. કેએસ ભરત ફાઈનલ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે પણ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી, પરંતુ તે પોતાના બેટથી સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
આ ખેલાડીઓને મળી શકે છે તક
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝમાં સરફરાઝ ખાન, યશસ્વી જાયસવાલ, ઈશાન કિશન અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓની તક મળી શકે છે. સરફરાઝને પ્રથમવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. તો ઈશાન અને મુકેશ પર્દાપણની રાહ જોઈ રહ્યાં છે. આ સિરીઝમાં બંને ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે.
આ પણ વાંચોઃ WTC Final: સૌથી આળસુ છે કોહલી અને પુજારા! સિનિયર ખેલાડીએ કહ્યું આમના લીધે હાર્યા
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ભારતની 15 સભ્યોની સંભવિત ટીમ- શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સરફરાઝ ખાન, યશસ્વી જાયસવાલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર.
ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ મેચ- 12 જુલાઈથી 16 જુલાઈ- વિંડસર પાર્કર, રોસેઉ, ડોમિનિકા.
બીજી મેચ- 20થી 24 જુલાઈ- ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન.
વનડે સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ વનડે- 27 જુલાઈ, કેસિંગટ્ન ઓવલ
બીજી વનડે- 29 જુલાઈ, કેસિંગટ્ન ઓવલ
ત્પીજી વનડે- 1 ઓગસ્ટ, ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન.
આ પણ વાંચોઃ WTC ની ત્રીજી સીઝનમાં 19 ટેસ્ટ મેચ રમશે ભારત, આ દેશોનો કરશે પ્રવાસ, જાણો કાર્યક્રમ
ટી20 સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી20- 4 ઓગસ્ટ, ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન
બીજી ટી20- 6 ઓગસ્ટ, પ્રોવિડેન્સ સ્ટેડિયમ ગુયાના.
ત્રીજી ટી20- 8 ઓગસ્ટ, પ્રોવિડેન્સ સ્ટેડિયમ ગુયાના.
ચોથી ટી20- 12 ઓગસ્ટ, ફ્લોરિડા, યુએસમાં.
પાંચમી ટી20- 13 ઓગસ્ટ, ફ્લોરિડા, યુએસમાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube